અમેરિકી પ્રમુખની જીપ લપસી, માઇક ચાલુ હતું અને રિપોર્ટરને અપશબ્દો સંભળાવ્યા

| Updated: January 25, 2022 1:03 pm

વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ જૉ બાઇડન ફરી એક વિવાદમાં સપડાયા છે. સોમવારે વ્હાઇટ હાઉસમાં પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન એક સવાલના જવાબમાં બાઇડેને નારાજ થઈને પત્રકારને અપશબ્દો કહ્યા હતા. એટલું જ નહીં તેઓ જ્યારે આ અપશબ્દો બબડ્યા ત્યારે માઇક ચાલુ હતું અને સૌ કોઈને આ શબ્દો સંભળાયા હતા.

સોમવારે સાંજે આ ઘટના બની હતી. પીટર ડોસાઇ નામના રિપોર્ટરે બાઇડનને સવાલ પૂછ્યો હતો કે શું ફુગાવો એ તેમના (અમેરિકી પ્રમુખ માટે) રાજકીય જવાબદારી છે? આ સવાલથી બાઇડેન નારાજ થયા અને તેમણે રિપોર્ટરને  ‘સન ઑફ ****’ કહ્યું હતું.

જો કે બાદમાં બાઇડન આ રિપોર્ટરને રૂબરૂ મળ્યા હતા અને પોતાના શબ્દો બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટરે બાદમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું કોઈની માફી ઈચ્છતો નથી. તેઓ જે ઈચ્છે તે મને કહી શકે છે.

આખી ઘટનામાં રસપ્રદ વાત એ છે કે પ્રેસ કૉન્ફરન્સ બાદ વ્હાઇટ હાઉસ દ્વારા જે ઑફિશ્યલ ટ્રાન્સસ્ક્રીપ્ટ મુકવામાં આવી એમાં પણ પ્રમુખના અપશબ્દોનો ઉલ્લેખ હતો.

ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ અગાઉ પણ બાઇડને રિપોર્ટરને અપશબ્દો કહ્યા હતા. ગત સપ્તાહે એક મહિલા રિપોર્ટરે જ્યાકે બાઇડનને પૂછ્યું કે પુટિન પહેલ કરે એવી રાહ તમે શા માટે જુઓ છો? તો જવાબમાં બાઇડને કહ્યું હતું કે, આ કેવો મુર્ખામીભર્યો સવાલ છે? (વૉટ અ સ્ટુડિપડ ક્વેશ્વન.’ 

Your email address will not be published.