ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ પોલીસ હરકતમાં આવી અને રાજ્યભરમાં દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેવા સંજોગોમાં એક યુવકે વિડિયો (Video) વાઇરલ કર્યો છે, વિડિયોમાં રિવરફ્રન્ટ ઉપર દારુની બોટલો મૂકેલી છે અને યુવક કારમાં બેસીને કાનૂન બનાના સરકાર કા કામ હૈ, તોડના હમારા કામ તેવું બોલી રહ્યો છે. વિડિયો વાઇરલ થતાં પોલીસ દોડતી થઇ હતી.
સોશિયલ મીડિયા પર ત્રણ વિડિયો વાયરલ થયા છે. જેમા એક વિડિયોમાં આગળ દારૂ ભરેલી ટ્રક જઈ રહી છે. તેની પાછળ કારમાં પાઇલોટિંગ કરવામાં આવ્યું છે. બીજા વિડીયોમાં રિવરફ્રન્ટ ઉપર દારુની બોટલો મૂકેલી છે અને ત્રીજા વિડીયોમાં યુવક બોલી રહ્યો છે કે કાનૂન બનાના સરકાર કામ કામ હૈ તોડના હમારા.
આ પણ વાંચો: દારૂબંધી કાયદોઃ દોઢ વર્ષમાં અઢી લાખ પકડ્યાનો દાવો કરતી ગુજરાત પોલીસ
વિડિયો (Video) વાઇરલ થતા પોલીસ હરકતમાં આવી ગઇ હતી અને ક્રાઇમ બ્રાંચ સહિતની પોલીસે યુવક વિશે અને તેની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે કે કેમ તે સહિતની તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આવા કોઇ યુવક સામે પ્રોહિબિશનનો એક પણ ગુનો નોંધાયેલો નથી. ઉપરાંત પોલીસના જણાવ્યા મુજબ વિડિયો વર્ષ જુનો હોવાનું મનાઇ રહ્યું છે. દારુની ટ્રકનું પાઇલોટિંગ કરાઇ રહેલો વિડિયો બીજા કોઇ રાજ્યનો હોવાનું પોલીસ કહી રહી છે, પોલીસ જમાલપુરના એક યુવકની શોધખોળ કરી રહી છે.
આ પણ વાંચો: લઠ્ઠાકાંડની તપાસ કરવા પહોચેલા નિર્લીપ્ત રાયને જોઈ બરવાળા, રાણપૂર અને ધંધૂકા પોલીસ ભાગી ગઇ