શાહરુખ ખાનના પુત્ર આર્ચન ખાનની ધરપકડ બાદ સમીર વાનખેડા સતત ચર્ચામાં રહ્યા હતા. ત્યારે મુંબઈ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને એનસીબીમાં આગળ એક્સટેન્શન ના આપવામાં આવ્યું. જો કે, તેમનું વર્તમાન એક્સટેન્શન ગત 31 ડિસેમ્બરના રોજ પુરુ થઈ ગયું હતું.
સમીર વાનખેડેનું એક્ટેન્શન તારીખ 31 ડિસેમ્બરના રોજ પુરુ થઈ ગયું છે. જો કે, એનસીઆરબીમાં એક્સટેન્શનને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી. પરતું એક્સટેન્શન ન મળતા સમીર વાનખેડામાં નારાજગી જોવા મળી રહી છે.
જાણો, કોણ છે સમીર વાનખેડા
2008ની બેચના આઈઆરએસ અધિકારી છે સમીર વાનખેડા અને તે મહારાષ્ટ્રમાં જ રહે છે. ભારતીય રાજસ્વ સેવા જોઈન કર્યા બાદ તેમનું પહેલું પોસ્ટિંગ મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડેપ્યુટી કસ્ટમ કમિશનર તરીકે થયું હતું. તેમની કાબેલિયતના કારણે તેમને બાદમાં આંધ્ર પ્રદેશ અને પછી દિલ્હી મોકલવામાં આવ્યા હતા. તેઓ નશા અને ડ્રગ્સ સાથે સંકળાયેલા કેસના નિષ્ણાંત મનાય છે. સમીર વાનખેડેના નેતૃત્વમાં છેલ્લા 2 વર્ષની અંદર આશરે 17 હજાર કરોડ રૂપિયાના નશા અને ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો.
ત્યાર બાદ સમીર વાનખેડેને ડીઆરઆઈમાંથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. એનસીઆરબીના મુંબઈ યુનિટના પ્રમુખ તરીકે સમીરે બોલિવુડમાં ખળભળાટ મચાવી દીધો હતો. અનેક ફિલ્મી હસ્તિઓને પુછપરછ માટે પોતાની ઓફિસ બોલાવ્યા હતા.
ક્યારથી વધી સમીર વાનખેડાની મુશ્કેલીઓ
2 ઓક્ટોબર, 2021ના દિવસે એક ક્રુઝ મુંબઈથી ગોવા જઈ રહી હતી. તે ક્રુઝમાં પાર્ટી કરી રહેલા શાહરુખના પુત્ર આર્યન ખાન સહિત 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ ઘણો ચર્ચાસ્પદ રહ્યો હતો અને તપાસમાં જાણવા મળ્યું કે આર્યન પાસેથી કોઈ પણ પ્રકારનું નશીલા પર્દાશ મળી આવ્યા ન હતા. જેથી સમીર વાનખેડા પર લોકોના ઘણા આક્ષેપો પણ થવા લાગ્યા હતા અને આ સાથે તેઓએ આ કેસ રફેદફે કરવા માટે કરોડો રુપિયા લીધા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
આ કેસ બાદ નવાબ મલિકે તેમની ઉપર પ્રહારો કરવાનું ચાલું રાખ્યા હતા. નવાબ મલિકે ધીમે ધીમે વાનખેડા સામે ઘણા પુરાવા જાહેર કર્યા હતા. જેથી તેઓને આર્યન કેસમાંથી ખસાડી દેવામાં આવ્યા હતા અને એનસીબીમાંથી પણ કાર્યમુક્ત કરી દેવામાં આવ્યા છે.