મેવાણી મુદ્દે સભામાં બોલ્યા અમિત ચાવડા,સરમુખત્યાર શાહીને દૂર કરવા એક રહો અને લડો

|Ahmedabad | Updated: May 3, 2022 9:52 pm

ગાંધીનગર: આજે જીજ્ઞેશ મેવાણી ના આગમન પર એરપોર્ટ બાદ સારંગપુર ડો બાબાસાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ ને ફુલહાર કર્યા બાદ જુના વાડજ રામદેવપીર ટેકરાની સત્યમેવ જયતે સભામાં જીજ્ઞેશ મેવાણીના સ્વાગતમાં વિજયોત્વસ રાખવામાં આવ્યો હતો. જ્યાં ભાજપ સિવાયના તમામ સમર્થકો દ્વારા સ્વાગત આગમન સભા સ્વરૂપે મેવાણીની સંઘર્ષ ગાથા સાંભળવા લોકો આવ્યા હતા.


કોંગ્રેસ દ્વારા મેવાણી ની આસામ પોલીસ દ્વારા ધરપકડ બાદ દિલ્લી લેવલે સૂચના મુજબ એક્ટિવ મોડ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા જેમાં આસામ લીગલ સેલ થી લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સુધી આયોજન કાર્ય કરવામાં આવ્યા હતા. ગુજરાત કોંગ્રેસના નવા ‘કુંવર’ અને કોંગ્રેસના સમર્પિત ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ના આગમને જુના વાડજમાં આયોજિત સભામાં પુર્વ કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ ભલે સરમુખત્યાર શાહી હોય પણ દેશ માં હવે ઘેર ઘેર જીગ્નેશ મેવાણી પેદા થશે.


અમિત ચાવડાએ જણાવ્યું કે તાનશાહો ગમે તોય ત્યારે એક લડાઈની નવી દિશા મળી છે જીગ્નેશ ના નામે. જ્યાં સુધી આ દેશમાં લોકશાહી માં માનવાવાળા લોકો છે ત્યાં સુધી સરમુખત્યાર લોકો નું નહિ ચાલે. જ્યારે જ્યારે ચૂંટણીઓ આવશે ત્યારે મોંઘવરી, બેરોજગારી ને છૂપાવવા જાતિ ધર્મના નામે યુવાનો, ભાઈઓ ભાઈઓ ને લડાવી દેવાનો કારશો આ ભાજપ સરકાર કરશે એવો આક્ષેપ અર્જુન મોઢવાડીયા એ કર્યો હતો. તેમણે કહું કે રંગા બીલ્લાને પહેલો તમાચો જીગ્નેશ ભાઈના નામે પડ્યો છે, પણ નવ દિવસમાં સત્યનો વિજય થયો છે. તેમણે કહ્યું કે સત્ય નો આજે વિજય થયો છે , અને એણે ખોટી જગ્યા એ હાથ નાખ્યો અને પાછું ફરવું પડ્યું છે.

Your email address will not be published.