અમિત જેઠવા હત્યા કેસમાં સંડોવાયેલા દીનુ બોઘાએ CBI કોર્ટની સજાના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો

| Updated: August 3, 2022 4:33 pm

RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં દીનુ બોઘાએ CBI કોર્ટ દ્વારા અપાયેલા સજાના ચુકાદા સામે હાઇકોર્ટમાં આપીલ કરી હતી. જેનો સીબીઆઇએ વિરોધ કર્યો હતો. કોર્ટે આગળની સુનાવણી 17 ઓગસ્ટે થશે. જો કે દીનું બોધાએ એવી દલીલ કરી હતી કે, સુપ્રીમ કોર્ટે તમામ સાંસદોના કેસ ઝડપથી ચલાવવા આદેશ કર્યો છે. તેથી તેમની અપીલ ઝડપથી ચલાવવી જોઇએ.

દીનુ બોઘાના વકીલ તરફથી રજૂઆત કરાઇ હતી કે અપીલ પર સુનાવણી ઝડપથી ચલાવવી જોઇએ. સાંસદોના કેસ પર ઝડપી સુનાવણી કરવાનો આદેશ છતા તેનો અમલ થતો નથી. સીબીઆઇ તરફથી તેનો વિરોધ કરવામાં આવે છે. કોર્ટના આદેશ મુજબ આ વર્ષના અંત સુધીમાં કેસને પૂર્ણ કરવાનો છે, પરતું હજુ સુધી તેની અપીલ પર સુનાવણી યોજાતી નથી. તો બીજી તરફ અમિત જેઠવાના વકીલે એવી રજુઆત કરી હતી કે, દીનુ બોધા હાલ જામીન પર બહાર છે.

20 જુલાઈ 2010 ગુજરાત હાઈકોર્ટે પાસે સત્ય મેવ કોમ્પલેક્સ નજીક સાંજે 8.30 વાગ્યે RTI અને ખાંભાના વતની અમિત જેઠવાની હત્યા કરવામાં આવી. આ કેસમાં કુલ 7 આરોપી હતા. જેમાં આરોપી તરીકે શૈલેષપંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ), સંજય ચૌહાણ, દિનુબોઘા સોલંકી છે.

આ પણ વાંચો: અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને જામીનઃ જાણો શું હતો આખો કેસ?

Your email address will not be published.