અમિત શાહના બેનની તબિયત બગડતાં 108ને કોલ કરાયો, શાહે ટીમની સેવાને બિરદાવી

| Updated: January 15, 2022 3:05 pm

અમદાવાદના ઘાટલોડિયમાં રહેતા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના બહેનની તબીયત બગડતા તેઓને તાત્કાલિક 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની જાણ તેઓને થતા તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. સમયસર સેવા આપવા બદલ અમિત શાહે 108ની સેવાને બિરદાવી હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ અર્જુન ટાવરમાં અમિત શાહના બહેન રહે છે. જો કે, ગત રાત્રે તેઓની વોમિટિંગ અને ચક્કર આવ્યા હતા. જેથી 108ને આ અંગે જાણ કરી હતી. 108ની ટીમ સમયસર આવી તેમની બહેનને હોસ્પિટલ સારવાર માટે ખસેડાઈ હતી.

આ કેસ 108ની બોડકદેવની ટીમ પાસે આવ્યો હતો. તેઓએ કોલ મળતા જ શાહની બહેનને સારવાર માટે લઈ જવામાં આવી હતી. આ કામગીરીને લઈ દર્દીના પુત્ર દર્શન શાહ દ્વારા બિરદાવવામાં આવી હતી. તેમના બહેનની તબીયતની જાણ અમિત શાહને કરતા તેઓ પણ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા.

Your email address will not be published. Required fields are marked *