અમિત શાહ: મોદી સરકાર ગુજરાતમાં રેલવે પર UPA કરતાં 6 ગણો વધુ ખર્ચ કરે છે

| Updated: July 2, 2022 4:35 pm

શાહે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં એક સભાને સંબોધતા જણાવ્યું કે, નરેન્દ્ર મોદી સરકાર ગુજરાતમાં રેલ્વે નેટવર્ક પર અગાઉની યુપીએ સરકારની સરખામણીમાં વાર્ષિક છ ગણા વધુ નાણાં ખર્ચી રહી છે. “યુપીએ ગુજરાતમાં રેલ્વે નેટવર્ક પર દર વર્ષે રૂ. 590 કરોડનો ખર્ચ કરતી હતી જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2014 અને 2022 ની વચ્ચે આ ખર્ચ રૂ. 590 કરોડથી વધારીને રૂ. 3,960 કરોડ કર્યો છે.”

શનિવારે શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને પશ્ચિમ રેલવે દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા રૂ. 33.29 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં હાલના પ્લેટફોર્મને સુધારવા અને ચાંદલોડિયા સ્ટેશન પર નવી બુકિંગ ઓફિસ, ચાંદલોડિયા અને ખોડિયાર વચ્ચે રેલવે અન્ડર બ્રિજ અને સાબરમતી રેલવે સ્ટેશન પર ત્રણ વેઇટિંગ રૂમ અને ફૂટ-ઓવર-બ્રિજ બનાવવાનો સમાવેશ થાય છે.

શાહે તેમના ભાષણમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં સાબરમતી વિધાનસભા મતવિસ્તારમાં (અમદાવાદ શહેરનો ભાગ) 10 ઓવરબ્રિજ અથવા અંડરપાસ બનાવવામાં આવ્યા છે. શાહે આગળ જણાવ્યું કે, “આજથી, ગોરખપુર-ઓખા એક્સપ્રેસ, સોમનાથ-જબલપુર એક્સપ્રેસ, બાંદ્રા-વેરાવળ, મુંબઈ-ઓખા એક્સપ્રેસ, અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ, વડોદરા-જામનગર ટ્રેન સહિત 10 ટ્રેનો ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર સ્ટોપેજ હશે,”

કેન્દ્રીય મંત્રીએ ગાંધીનગરના લોકોને વૃક્ષારોપણ કરવા પણ જણાવ્યું હતું. “મારા મનમાં કોઈ શંકા નથી કે આપણે દેશનો સૌથી વિકસિત મત વિસ્તાર બનીશું. તેમણે ઉમેર્યું કે, મેં પંચવર્ષીય યોજના બનાવી છે. કોવિડ -19 એ તેને થોડું પંચર કર્યું છે, પરંતુ હજી પણ વિકાસ ટ્રેક પર છે.”

આ પણ વાંચો: કેન્દ્રીય પ્રધાનોમાં અમિત શાહ લોકપ્રિયઃ સરવે

Your email address will not be published.