KBC 14 ના સેટ પર આવું ત્યારે હાથ પગ ધ્રુજી ઉઠે છે :અમિતાભ બચ્ચન

| Updated: August 4, 2022 2:08 pm

સુપ્રસિદ્ધ બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનનો લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ વર્ષ 2000 માં શરૂ થયો હતો. 22 લાંબા વર્ષોથી, ક્વિઝ શો દર્શકોની પ્રથમ પસંદગી રહ્યો છે અને પ્રેક્ષકોનો પ્રેમ મેળવ્યો છે. બુધવારે, ‘દીવાર’ અભિનેતા તેના સ્ટાઇલિશ અવતારમાં શોની 14મી સીઝનના લોન્ચિંગ સમયે જોવા મળ્યો હતો. આ શો માટે લોકો આતૂરતાથી રાહ જોઇ રહ્યા હોય છે.લોકોને આ શો ખુબ જ પંસદ આવે છે.આ શોને જોનારા લાખો લોકો છે.

‘કૌન બનેગા કરોડપતિ સીઝન 14’ સોની ટીવી પર 7 ઓગસ્ટ, 2022 થી શરૂ થવાની છે જે બાદ દર સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગ્યાના રોજ પ્રસારીત થશે.જેમાં અભિનેતા આમિર ખાન, ફૂટબોલર સુનીલ છેત્રી અને રમતવીર મેરી કોમ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે તેવી માહિતી મળી રહી છે.

અમિતાભ આગામી સમયમાં અનુપમ ખેર, પરિણીતી ચોપરા અને બોમન ઈરાની સાથે સૂરજ બડજાત્યાની આગામી ફેમિલી એન્ટરટેઈનર ‘ઉંચાઈ’માં જોવા મળશે, આ ફિલ્મ 11 નવેમ્બર, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.

આ શો ને લઇને મડિયા સાથે વાતચિત કરતા અમિતાભે જણાવ્યું ધણી વખત એવું થાઇ છે કે હું સેટ પર આવું છું ત્યારે હુ ડરી જાવ છું.મને આશ્ચર્ય થાય છે કે હું તે કરી શકીશ કે નહીં.સ્ટેજ પાસે આવતા પહેલા હુ રોજ ડરી જાવ છું

જો કે, જ્યારે હું અહીં દર્શકોને જોઉં છું, ત્યારે મને પ્રેરણા મળે છે. જ્યારે પણ હું (સેટ પર) આવું છું, ત્યારે સૌથી પહેલું કામ હું તેમનો આભાર માનું છું. તેમના કારણે જ આપણે અહીં છીએ. તેઓ જે રીતે શો માટે તેમની રુચિ અને પ્રેમ દર્શાવે છે તે અમને તેને આગળ લઈ જવા માટે પ્રેરિત કરે છે.હુ ઇચ્છા રાખું છું કે આગામી સમયમાં મને આ રીતે જ લોકો પ્રેમ આપતા રહે

Your email address will not be published.