ખેડૂતોને (farmers)રાત-દિવસ કામ કરવાનો વારો આવે છે તેનું કારણ એક એ પણ છે કે રાત્રે વિજળી આપવામાં આવે છે જેના કારણે ખેડૂતોને(farmers) પાણી વાળવા માટે જવાનો વારો આવે છે.અનકે ગામડાઓમાં દિવસે લાઇટ આપવામાં આવી રહી છે અને તેના કારણે અમરેલીના ખેડૂતો (farmers)પણ રજૂઆત કરી રહ્યા છે સરાકરને કે અમારી લાઇટ દિવસની કરી દેવામાં આવે.

સરકાર દ્વારા કિસ્સાની સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી છે ત્યારે ભારતીય કિસાન સંઘ ની માંગ છે કે ખેડૂતોને (farmers)વીજળી નિયમિત આપવામાં આવે અને આ સાથે દિવસની કરી આપવામાં આવે.ખેડૂતોને રાત્રી દરમિયાન પાણી વાળ્વા જવું પડે છે કેમકે રાત્રી દરમિયાન પાવર મળે છે આ સાથે ખેડૂતોની મોટી સમસ્યા તો એ છે કે રાત્રી સમયમાં દિપડાઓ આવતા હોય છે અને તેના કારણને ખેડૂતોમાં ભય જોવા મળે છે.
ખેડૂતોના (farmers)કહેવા પ્રમાણે સરકાર વિવિધ યોજના શરૂ કરે છે પરંતુ અમુક વિસ્તારમાં આ યોજનાનો અમલ કરવામાં આવતો નથી.જેના કારણે ખેડૂતોને (farmers)ખેતી કામમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ત્યારે ભારતીય કિસાન(farmers) સંઘ દ્વારા મુખ્યમંત્રી અને કૃષિમંત્રી અને ખેડૂતોને આઠ કલાક વીજળી મળી રહે તે બાબતે રજૂઆત પણ કરાઇ છે અને દરેક ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે સરકાર દ્વારા દિવસે વીજળી આપવામાં આવે તો ખેડૂતો પોતાના પાક માટે પિયત કરી શકે છે.