અમરેલી પોલીસે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી દારુની ભટ્ટીઓ પકડી પાડી

| Updated: January 9, 2022 7:21 pm

અમરેલીના(Amreli) ચિતલ ગામે ડ્રોનની મદદથી ત્રણ જગ્યાઓથી દેશી દારૂની ભઠ્ઠીઓ પકડવામાં આવી હોવાનું સામે આવ્યું છે.તેની સાથો સાથ કેફી પીણુ પીધેલા 49 આરોપીઓ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે.

અમરેલીમાં નિર્લિપ્‍ત રાયની સુચનાથી દારૂ ગાળવા માટે ભઠ્ઠી ચલાવવાની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખવા માટે જાણકારી આપવામાં આવી હતી.ત્યાર બાદ તેમની સલાહથી પોલીસ અધિકારીઓ દ્વારા સફળ રેઇડ કરવા ખાસ એક્શન પ્‍લાન તૈયાર કરવામા આવ્યો હતો.

આ પણ વાંચો: DELHI COVID-19: મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કોરોનાને આપી મ્હાત

ભઠ્ઠી ચલાવતા ઇસમો સામે ડ્રોનનો ઉપયોગ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો.અને તેની સાથે અમરેલીમાં (Amreli) પહેલી વખત પોલીસ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરીને ભઠ્ઠી ચલાવતા ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા.

આ ડ્રાઇવ દરમ્‍યાન 4469ના મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને સાથે 49 આરોપીઓને પકડી પાડવામાં આવ્યો હતો.

અમરેલીમાં (Amreli) નિર્લિપ્‍ત રાયની હેઠળ ગુનાખોરોને કોઇ ગુનો કરી જાઇ તે કદાચ શક્ય નથી કેમકે તેઓ સતત કાર્યશીલ છે આવા ઇસમોને પાલીસ સ્ટેશન ભેગા કરવામાં.કોરોનાની પહેલી લહેર અને બીજી લહેરમાં પણ નિર્લિપ્‍ત રાયની ખૂબ વાહવાહી થઇ હતી.પુરા ગુજરાત પોલીસ વિભાગમાં તેમનું નામ નિખરી આવ્યું હતું.

અમરેલીમાં આવતાની સાથે જ નિર્લિપ્‍ત રાયની ગુનેગારોને સાફસફાઈની શરુઆત કરી દેવામાં આવી હતી.તેમના આવવાની સાથે જ પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા સામેથી જ કહ્યું હતું કે અમરેલીમાં હવે ભ્રષ્ટાચાર થાય તે શક્ય નથી.તેઓ આવતાની સાથે જ કામગીરી હાથધરી હતી અને ભ્રષ્ટાચાર આચરનારા પોલીસ કર્મચારીઓ સામે કડક વલણ કર્યું હતું.ભ્રષ્ટાચાર આચરનારા પોલીસ કર્મચારીઓને તેમણે સસ્પેન્ડ કરી દીધાં હતાં.અને જમીન માફીયાઓ, ગુંડાઓ સામે પણ તેમણે ઝુંબેશ ચલાવીને કડક કાર્યવાહી કરી હતી અને આ કારણે અમરેલીની પ્રજાનો પ્રેમ પણ ખૂબ પ્રાપ્ત થયો છે.

Your email address will not be published.