અમૃતસર-જામનગર: દેશનો બીજો એક્સપ્રેસ-વે જેના પર બનશે 25 હેલિપેડ, સેનાને પણ મળશે લાભ

| Updated: January 13, 2022 6:16 pm

દેશના સૌથી લાંબા ઈકોનોમિક કોરિડોરમાંથી વધુ એક એક્સપ્રેસ-વે બનવા જઇ રહ્યો છે.અમૃતસર-જામનગર એક્સપ્રેસ-વે બની રહ્યો છે.

ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમી સીમા પાસે નિર્માણધીન 1224 કિમી લાંબા આ કોરિડોરનો સૌથી મોટો ભાગ 663 કિમી રાજસ્થાનથી પસાર થાઇ છે અને એક્સપ્રેસ-વે પંજાબ, હરિયાણા, ગુજરાતના રોડથી કનેક્ટ થશે અને તેની સાથે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખની સીધી નિકાસ કરી શકાશે.

ઈકોનોમિક કોરિડર પર ભારે વાહનો વધુ ચાલશે. તે પોરબંદર, મુંદ્રા અને કંડલા પોર્ટને જોડશે અને તેની સાથે તેના પગલે ઉત્તર અને પશ્ચિમના રાજ્યોના સામનની નિકાસને વધુ ઝડપ સાથે સસ્તું જોવા મળશે. અને તેનાથી પ્રથમ વખત જામનગર, ભટિંડા, પચપદરા રિફાઈનરી પણ પરસ્પર જોડાશે તેવી માહિતી મળી રહી છે.

ભારતનો આ બીજો સિક્સ લેન એક્સપ્રેસ વે છે અને જેના પર ઈન્ટરચેન્જ અથવા વે-સાઈઠ પાસે હેલિપેડ બનાવવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ 20થી 25 સાઈટ દર્શાવામાં આવી છે.રાજસ્થાની જો વાત કરવામાં આવે તો તેની પાસે 14થી વધુ સાઈટ છે અને આ પ્રસ્તાવ પાસ થતાની સાથે જ હેલિપેડનું નિર્માણ થશે.

રાજસ્થાનના સીજીએમ પવન કુમારે જણાવ્યું કે અમૃતસર-જામનગર ઈકોનોમિક કોરિડોર 2025 સુધીમાં ઓપરેશનલ થઈ પુર્ણ થઇ જશે.ટ્રાફિક મેનેજમેન્ટ એડવાન્સ સિસ્ટમ લાગશે અને જેને લઇને 1224 કિમીમાં 6થી 7 હજાર સીસીટીવી કેમેરા લાગી ગયા હોવાનું સામે આવ્યું છે.વાહનોની નિર્ધારિત સ્પીડ 100 કિમી પ્રતિ કલાકથી વધુ થતાની સાથે જ ચેતવણી અપાશે.ઈમરજન્સી-અકસ્માત વિશે વેરએબલ મેસેજ સાઈન પ્રત્યેક 10 કિમીના અંતરે જાણ કરી દેશે.

રાજસ્થાનમાં સાંગરિયાથી સાંચૌરાની વચ્ચે 174 કિમીનું અંતર ઘટશે અને તેની સાથે 26,730 કરોડ રૂપિયા થશે પ્રોજેક્ટનો ખર્ચ પાછળ વાપરવામાં આવ્યા છે.અને 50 ટકા કામ રાજસ્થાનમાં પુરુ થઈ ચુક્યું છે.

Your email address will not be published.