Corona Effect: અમદાવાદમાં AMTS અને BRTS બસો 50 ટકા ક્ષમતા સાથે ચાલશે

| Updated: January 5, 2022 7:05 pm

  • વેક્સિનના બે ડોઝ લીધા હોય તેને જ મળશે પ્રવેશ
  • બસમાં એન્ટ્રી કરતા પહેલા વેક્સિનેશન સર્ટી બતાવવું જરુરી
  • કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું જરુરી રહેશે

અમદાવાદમાં કોરોના વાયરસના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં શહેરમાં AMTS અને BRTS બસોમાં હવે ફક્ત 50 ટકા સીટીંગ કેપીસીટી સાથે બસોનું સંચાલન કરવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટ અને ટાન્સપોરેટ ચેરમેન વલ્લભ પટેલે જણાવ્યું છે કે, અમદાવાદમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખી શહેરમાં દોડતી AMTSની 580 બસો અને BRTSની 350 મળી કુલ 930 બસોનું સંચાલન કરવામાં આવે છે. જે રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી છે. વર્તમાન સમયમાં કોરોનાના વાયરસના કેસ પર કાબૂ મેળવી શકાય તે હેતુથી 6 જાન્યુઆરીથી 50 ટકા કેપેસીટી સાથે બસોનું સંચાલન કરવામાં આવશે.

આ પ્રમાણેની રહેશે ગાઈડલાઈન

એએમટીએસ/બીઆરટીએસ બસની કેપેસીટીના 50 ટકા સીટીંગ પ્રવાસીઓ જ લેવામાં આવશે

દરેક પ્રવાસીએ માસ્ક ફરજિયાત પહેરેલું હોવું જોઈએ. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના પ્રવાસીઓના કોવિડ-19 વેક્સિનના સર્ટીફિકેટની ખરાઈ કરવામાં આવશે, જે પ્રવાસીઓએ વેક્સિન લીધેલ ના હોય અથવા જેમનો વેક્સિનનો બીજો ડોઝ ડ્યુ થયેલ હોય તેવા પ્રવાસીઓને મુસાફરી કરવા દેવામાં આવશે નહીં.

કોવિડ ગાઈડ લાઈન પ્રમાણે સંચાલન કરાવવા માટે અલગ-અલગ જગ્યાએ અધિકારી, સુપવાઈઝરી ટીમ, વિજીલન્સ ટીમને જવાબદારી સોંપવામાં આવી છે.

Your email address will not be published.