રાજકોટમાં અમૂલ પ્લાન્ટને મળી મંજૂરી, ગઢકા ખાતે પ્લાન્ટને મંજૂરી

| Updated: July 27, 2022 6:32 pm

રાજકોટમાં અમૂલ પ્લાન્ટને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે.સરકાર દ્રારા ગઢકા ખાતે અમૂલ પ્લાન્ટને મંજૂરી આપી દેવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્રએ સરકારમાં દરખાસ્ત કરી હતી જે બાદ મંજૂરી આપવામાં આવી છે.100 એકર જમીનની ફાળવણી કરવામાં આવી છે, સૌરાષ્ટ્રમાંથી 25 લાખ લીટર દૂધનો પ્લાન્ટમાં ઉપયોગ કરવામાં આવશે.પ્લાટમાં દૂધનો પાવડર બનાવામાં આવશે.

પનીર, મિલ્ક પાવડરનું ઉત્પાદન કરવામાં આવશે. આસપાસના 100 જેટલા ગામના લોકોને રોજગારીની મોટી તક મળશે આ રૂપાણીના જૂના પ્રોજેકટને આખરે મંજૂરી છે

મૂલનો આ પ્લાન્ટ સૌરાષ્ટ્ર્રનો સૌથી મોટો ડેરીનો પ્લાન્ટ બની જશે અને આ રૂપાણીના જૂના પ્રોજેકટ હતો.સામાન્ય રીતે કોઈ સંસ્થા સરકારી જમીન માટે માંગ કરે છે ત્યારે તેમને પ્રોસેસ ફી ભરવી પડ્તી હોય છે.પરંતુ ખાસ વાત એ છે કે આ પ્રોજેકટ રાજકોટ નજીક આવતો હોવાના કારણે પ્રોસેસ ફી માંથી અમુલને મુકિત આપાઇ છે.

Your email address will not be published.