અમુલ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો

| Updated: June 30, 2021 2:32 pm

અમદાવાદઃ અમુલે દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ વધારો 1 જુલાઈથી લાગુ પડશે. જેના કારણે હવે અમુલની 500 મિલીની થેલી એક રૂપિયો મોંઘી થઈ જશે.
અમુલ ગોલ્ડ 500 મિલી પહેલા 28 રૂપિયે મળતું હતું તે હવે 29 રૂપિયે મળશે. તેવી જ રીતે અમુલ તાજા શક્તિ ટી સ્પેશિયલ બફેલો દૂધના ભાવમાં પણ બે રૂપિયાનો વધારો કરાયો છે. અમુલ ગોલ્ડનો એક લિટરનો ભાવ 58 રૂપિયા થયો છે.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે આ ભાવ રાજધાની નવી દિલ્હી, ગુજરાત અને પંજાબ સહિત ઘણા રાજ્યોમાં લાગુ થશે. કોરોનાનું કારણ આપીને અન્ય દૂધ ઉત્પાદકોએ પણ દૂધના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. તેથી દૂધ ઉત્પાદક સંઘે ડેરી સંચાલકો પર દબાણ વધાર્યું છે.

Your email address will not be published.