થલતેજના વૃધ્ધ નારણપુરામાં રહેતા તેમના મિત્રને મળવા માટે ગયા હતા. પોતાની કાર નારણપુરાના મંગલકુંજ બંગલા બહાર રોડ પર પાર્ક કરી હતી. હવા કાઢી નાખ્યા બાદ બંગલામાં રહેતા પિતા-પુત્ર અને પડોશીએ વૃધ્ધને ઢોર માર મારી ફ્રેક્ચર કરી દીધું હતુ. આ અંગે નારણપુરા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
થલતેજમા આવેલા હરી હરાશ્રય બંગલોમાં દીલિપભાઇ મધાવલાલ પટેલ (ઉ.66) પરિવાર સાથે રહે છે અને નિવૃતીનું જીવન ગુજારે છે. ગત 6 મેના રોજ રાત્રીના સવા આઠ વાગ્યે નારણપુરા પત્ની સાથે મિત્ર વિનય પટેલ (રહે.પ્રતીમાપાર્ક સોસાયટી, નારણપુરા) ના ઘરે ગયા હતા. તેમના ઘરે ચાર ધામ યાત્રા માટે એક મિટીંગ રાખી હોવાથી ગયા હતા. વિનયભાઇના ઘર પાસે કાર પાર્ક કરવાની જગ્યા ન હોવાથી દીલીપભાઇએ હશમુખ કોલોની મંગલ કુંજ બંગલા ખાતેના જાહેર રોડ પર સાઇડમાં કાર પાર્ક કરી હતી.
રાત્રીના 12 વાગ્યે કાર લેવા માટે ગયા ત્યારે કારના ચારે ટાયરમાં હવા ન હતી. હવા કોને કાઢી તે બાબતે વાત કરવા માટે બંગલાવાળા રાજેશ શાહ, તેમનો પુત્ર ઋતુલ શાહને પુછ્યું હતુ. પુછતાની સાથે જ બંને જણા ગાળો બોલવા લાગ્યા હતા અને ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા હતા. દરમિયાન અજય પ્રફુલચંદ્ર પટેલ પણ લાકડી લઇ આ્યા અને રાજેશભાઇનું ઉપરાણું લઇને આવ્યા હતા. મારા મારી કરતા વૃધ્ધ દીલીપભાઇને ઇજાઓ પહોચી હતી. આ અંગે નારણપુરા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.