હિમાચલથી ચરસ લાવી કોલેજના મિત્રોને વેચતો MBAનો વિદ્યાર્થી ઝડપાયો

| Updated: January 28, 2022 4:46 pm

સુરતમાં હિમાચલથી ચરસ લાવી કોલેજમાં મિત્રોને વેચતા એમબીએના વિદ્યાર્થીને એસઓજીની ટીમે પકડી પાડયો છે, આ યુવક ફરવાના બહાને હિમાચલ જઇને ટ્રેન માં ચરસ લઈ સુરત સુધી લાવતો હતો. કાપડના વેપારીનો આ પુત્ર BBAમાં અભ્યાસ કરે છે અને તે કોલેજમા મિત્રોના ગ્રુપમાં ચરસ વેચતો હતો.

વિગતો એવી છે કે સુરતના પોષ વિસ્તાર એવા વેસુ ખાતે રહેતા કાપડ વેપારીનો પુત્ર હિમાચલ પ્રદેશથી ચરસનો જથ્થો ટ્રેન મારફતે સુરત શહેરમાં ઘુસાડે તે પહેલા એસઓજીની ટીમે યુવક પાસેથી 4.98 લાખની કિંમતના 997 ગ્રામ ચરસ સાથે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે હિમાચલ પ્રદેશથી બાય રોડ ડ્રગ્સ લાવવાનું નેટવર્ક પકડી પાડ્યા બાદ હવે ઘણા પેડલરો ટ્રેનમાં સક્રિય થયા છે. આ અંગે એસઓજીની ટીમને બાતમી મળી હતી.સુરત થી હિમાચલ પ્રદેશ ખાતે ફરવા જવાના બહાને એક વ્યક્તિ પોતાની ટ્રાવેલિંગ બેગમાં ચરસનો જથ્થો સંતાડી ટ્રેન મારફતે સુરત આવતો હોવાની બાતમી મળી હતી.

બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશનની બહાર આર્યુવેદિક ગરનાળા તરફ આવેલી કબીર હોટલની સામે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી અને આરોપી 19 વર્ષીય વંશ રેન્દ્ર બંસલને ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસે આરોપી પાસેથી 4.98 લાખની કિંમતનું 997 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. વંશ વેસુની કોલેજમાં BBAના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેની પૂછપરછ માં તેના પિતા મિલેનિયમ માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે. પોતે હિમાચલ પ્રદેશ ખાતે ફરવા જવાના બહાને જતો હતો. ત્યાંથી પોતાને પીવા માટે તેમજ સુરત શહેરમાં કોઈ ગ્રાહક મળી આવે તો તેને વેચવા માટે ચરસનો જથ્થો લાવતો હતો પરંતુ પોતે હિમાચલ પ્રદેશથી સુરત શહેરમાં ટ્રેન મારફતે આવતા પકડાઈ ગયો હતો.આ અંગે સુરત પોલીસ વધુ તપાસ કરી રહી છે.

અહેવાલ – મયુર મિસ્ત્રી

Your email address will not be published.