અનંત મહાદેવન આર ડી બર્મનની સ્મૃતિમાં મ્યુઝિકલ ફિલ્મ બનાવશે

| Updated: July 1, 2021 9:36 pm

‘દિલ વિલ પ્યાર વ્યાર’ દ્વારા આર ડી બર્મનનો જાદુ પાથર્યા પછી અનંત મહાદેવન બીજી એક મ્યુઝિકલ ફિલ્મની યોજના બનાવી રહ્યા છે. 60ના દાયકાના અંત ભાગમાં અને 70ના દાયકાના પ્રારંભમાં, છોટે નવાબ, ભૂત બંગ્લા, તીસરી મંઝિલ, પડોસન અને હરે રામા હરે ક્રિષ્ના જેવી ફિલ્મોએ હિન્દી સિનેમામાં એક અલગ જ પ્રકારની પ્રણાલી  શરૂ કરી હતી. ગાયક-સંગીતકાર પંચમ તરીકે ઓળખાતા સચિન દેવ બર્મનના પુત્ર રાહુલ પોતાના પિતાના શાસ્ત્રીય આધારિત, બંગાળી સંગીતની શૈલીથી દૂર ગયા અને તેઓ ભારતીય -પશ્ચિમી ચાલના ટ્રેન્ડસેટર બન્યા.

તેમના “પિયા તું, અબ તો આજા”, “દમ મારો દમ” અને “મહેબૂબા ઓ મહેબૂબા” જેવા ગીતોએ તેમને ફક્ત તેમના પિતાથી અલગ ઓળખ અપાવી એટલું જ નહીં, શંકર-જયકિશનના ઓર્કેસ્ટ્રેશન, નૌશાદની મેલોડી, જયદેવની કવિતા અને લક્ષ્મીકાંત-પ્યારેલાલની લોકપ્રિય અપીલથી પણ અલગ રહ્યા. આર ડી બર્મનની  પ્રતિભા તેમની રચનાઓની વિવિધતા, શૈલીઓ સાથેનો તેમનો પ્રયોગ અને તેમની ભારતીય શાસ્ત્રીય સંગીતથી પશ્ચિમી શાસ્ત્રીય તરફ પ્રયાણ કરવાની ક્ષમતા, પશ્ચિમી પૉપ થી ભારતીય સંગીતમાં ઉમેરો કરવો તે તેઓ સરળતા સાથે મુક્ત હતા . જ્યારે મને તેમના સંગીત સાથે પરિચય થયો ત્યારે હું  કોલેજમાં હતો અને હું જ્યારે આ ક્ષેત્રમાં  પ્રવેશ્યો ત્યાં સુધીમાં તેઓ આ ક્ષેત્ર માંથી બહાર નીકળી ગયા હતા. પરંતુ જ્યારે તક મળી ત્યારે મેં આર.ડી. બર્મનના સંગીતને શ્રદ્ધાંજલિ રૂપે, 2002માં રોમેન્ટિક સંગીત દિગ્દર્શિત ‘દિલ વિલ પ્યાર વ્યાર’નું નિર્દેશન કર્યું, જે તેના સમય કરતા હંમેશા આગળ હતું અને દાયકાઓ સુધી સદાબહાર રહ્યું.

અમે સત્તાવાર રીતે એચએમવી પાસેથી અધિકાર ખરીદ્યા, પરંતુ હું ખૂબ સ્પષ્ટ હતો કે અમે અમારી ફિલ્મ માટે પસંદ કરેલા 13 ગીતોનું રીમિક્સ કરવું નથી. હું તેમને એક એવી વ્યક્તિ સાથે ફરીથી બનાવવા જઇ રહ્યો હતો જે તેમની નજીક હતા અને સારી રીતે  તેમને ઓળખતા  હતા. જ્યારે મેં  આર.ડી. બર્મનના મુખ્ય વ્યવસ્થાપક રહી ચૂકેલા બબલૂ ચક્રવર્તીનો સંપર્ક કર્યો  ત્યારે તે તેમના નસીબ પર વિશ્વાસ કરી શકતા ન હતા. જ્યારે અમે એમ્પાયર સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરી રહ્યાં હતાં, ત્યારે હું તેમને  આદરપૂર્વક આરડી બર્મનનો ફોટોગ્રાફ બહાર લાવતા જોતો. અમે અલકા યાજ્ઞિક, કવિતા કૃષ્ણમૂર્તિ, સાધના સરગમ અને સુનિધિ ચૌહાણથી માંડીને કુમાર સાનુ, અભિજીત, હરિહરન, બાબુલ સુપ્રિયો અને શાન તથા “ઓ હંસીની”, “ઓ હસીના ઝુલ્ફોંવાલી” જેવી સદાબહાર હિટ ફિલ્મોને પુનર્જીવિત કરવા માટે અમને તે સમયના સર્વોચ્ચ ગાયકો મળ્યાં. “મેરે સામને વાલે ખીડકી મેં”, “રાત કલી એક ખ્વાબ મેં આઈ”, “તુમ બિન જાઉં કહાં” અને “યાદોં કી બારાત” થોડા નામ આપવાના.

અભિજીત અને સાનુને ગીતો રેકોર્ડ કરવાનો વિચાર ખૂબ જ ગમ્યો કે તેઓને  આવા ગીતો  ગાવાનો મોકો ક્યારેય ન મળ્યો હોત. પરંતુ કવિતાને જ્યારે અમે જણાવ્યું કે અમે તેને લતાજીનું ‘બહારો કે સપને’નું “ક્યા જાનું સનમ” ફરીથી બનાવવા માગે છે ત્યારે તેમને આઘાત લાગ્યો. તેમણે જ્યારે રેકોર્ડિંગમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે અમને કહ્યું, “મને નથી લાગતું કે હું આ કરવા માંગું છું.” આખરે, તેના પતિ એસ  એલ સુબ્રમણ્યમે તેમને ખાતરી આપી કે અમે મૂળ સંગીતકાર અને ગાયકને જાહેરમાં સ્વીકારીએ છીએ અને આ તેમના માટે લતાજીનું  ગીત તેમની રીતે ગાવાની  એક તક હતી. કવિતાએ હરિહરન સાથે , “ગુમ  હૈ કિસી કે પ્યાર મેં” સાથે યુગલગીત રેકોર્ડ કર્યું, જે ગીત મૂળ લતા મંગેશકર-કિશોર કુમાર અને આર ડી બર્મન દ્વારા ‘રામપુર કા લક્ષ્મણ’ માટે રેકોર્ડ કર્યાં હતાં, તે સંગીત ડબલ સીડી પેકમાં પ્રકાશિત થયું અને ઝડપથી સૌથી વધુ ખરીદાતી આઇટમ બન્યું. એચએમવીએ સંગીતના વેચાણમાં પૈસાની ભારે કમાણી કરી.

મારે એક જ અફસોસ એ છે કે અમારી બીજી ફિલ્મ  રિલીઝ થાય ત્યાં સુધી વિનાઇલ રેકોર્ડ્સ આવી ગયી હતી. નહીતર એમ્પાયર સ્ટુડિયોમાં  આર ડી બર્મનના પોતાના કેટલાક સંગીતકારો લાઇવ ઓર્કેસ્ટ્રા વગાડતા હોત અને આ યાદગાર સફરમાં  ગ્રામોફોન રેકોર્ડ ઉમેરાયું હોત.

આજે વીસ વર્ષ પછી, અમે બીજા આવી સંગીત રચનાઓ બનાવવાનો  વિચાર કરી રહ્યા છીએ, પરંતુ તે માત્ર આર ડી બર્મનને શ્રદ્ધાંજલિ  નહીં આપે. અમે  અન્ય સંગીતકારોના સંગ્રહમાંથી એક-એક ગીત લઈશું, જેમાં મદન મોહન, શંકર-જયકિશન, એસ ડી બર્મન, લક્ષ્મીકાંત-પ્યારેલાલ, નૌશાદ સાહેબ પણ હશે. પરિસ્થિતિ અનુકૂળ હશે અને  યોગ્ય ગીત શોધી શોધી શકીશું તો ચોક્કસપણે એક ગીત લઈશું. રોશન સાહેબનું 1964 ની ઐતિહાસિક ફિલ્મ ચિત્રલેખાના ગીત  “સંસાર સે ભાગે ફિરતે હો” અને “મન રે, તું કહે ના ધીર ધારે” જેવા ગીતોનો પણ સમાવેશ કરીશું.”

Your email address will not be published.