સરકારી મર્મ

| Updated: June 28, 2021 1:35 am

આ એક બ્યૂરોક્રેસીને લગતી જીવંત, મસ્તીભરી સાપ્તાહિક કોલમ છે જેમાં સરકારની અંદરની વાતો આવરી લેવાશે. તમારી પાસે કોઈ ટિપ હોય તો અમને scoop@vibesofindia.com પર મોકલો. તમારી અને અમારી ઓળખ 100% ટકા ગુપ્ત રહેશે તેની ગેરંટી અમારી.

અંદરોઅંદર શું વાત થઈ?

બંધારણ પ્રમાણે તો રાજ્યપાલોએ રાજકારણ કે પોસ્ટિંગની ચર્ચામાં પડવાનું ન હોય, પરંતુ આજકાલ આવું જ ચાલે છે. મહારાષ્ટ્ર અને બંગાળના રાજ્યપાલો અને તેમના રાજકીય હિતોને ધ્યાનમાં લેતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ચર્ચામાં છે. VoI ગપશપ જાણે છે કે તેઓ સજ્જન, માયાળુ વ્યક્તિ છે જેઓ બધા લોકો પર ધ્યાન આપે છે, પછી તે કોઈ પણ પક્ષ કે વિચારધારાને વરેલી વ્યક્તિ કેમ ન હોય.

જોકે, 21 જૂને મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગયા સોમવારે તેમની મુલાકાત લીધી હતી તેના કારણે ચર્ચા શરૂ થઈ છે. રાજ્યપાલ સાથે તેમણે શી વાત કરી તે હજુ રહસ્ય છે. આઇએએસ અધિકારીઓની ટ્રાન્સફરની લાંબી યાદી પ્રકાશિત થયા પછી રહસ્ય વધુ ઘેરાયું છે. સીએમ રુપાણીએ કેબિનેટમાં ફેરફાર અંગે અટકળો પર પૂર્ણવિરામ મૂકતી જાહેરાત કરી હતી. આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વચ્ચે શી વાત થઈ હશે?

યે દોસ્તી હમ નહીં તોડેંગે….

ગુજરાતમાં સત્તાની કોરિડોરમાં એ વાત ચર્ચા ચાલે છે કે 1990ની કેડરના અધિકારી એમ કે દાસ પાસેથી ઇન્ડસ્ટ્રીઝનો પોર્ટફોલિયો શા માટે લઈ લેવાયો. એમ કે દાસે સીએમઓમાં કોવિડ અંગે ખરીદી કરી હતી. રેમડેસિવિર, મ્યુકોમાઈરોસિસના ઇન્જેક્શનોની ખરીદીના ઓર્ડર તેમના દ્વારા અપાયા હતા. સવાલ એ છે કે કોવિડનો ખતરો ઉભો છે ત્યારે તેનો ચાર્જ સંભાળતા અધિકારીની શા માટે બદલી કરી દેવામાં આવી.તેમની જગ્યાએ જે અધિકારી આવ્યા છે તે દાસના જ બેચમેટ મનોજ અગરવાલ છે અને તેઓ સારા મિત્ર છે.

તેથી કોવિડનો ત્રીજો વેવ યોગ્ય રીતે હેન્ડલ થશે તેવી આશા રાખીએ. VoI ગપશપ મુજબ મનોજ અગરવાલને અત્યાર સુધી સાઇડ પોસ્ટિંગ મળી છે. હવે તેમને મહત્ત્વનો પોર્ટફોલિયો મળ્યો છે.

મેં હું ના…

ભુપેન્દ્ર યાદવને માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ રાજસ્થાન અને ઝારખંડમાં પણ જ્વલંત વિજયનો શ્રેય અપાય છે. યાદવ બધા લોકોને સાથે રાખીને ચાલવા માટે જાણીતા છે. તેઓ પણ અમિત શાહની જેમ ચૂંટણી જીતવા પર ફોકસ રાખે છે, જે તેમની બંને વચ્ચેની સમાનતા છે. જોકે, બંગાળમાં જેમ શાહની સ્ટ્રેટેજી કામ ન લાગી તેવી રીતે બિહારમાં યાદવને પછડાટ મળી હતી. પરંતુ એક-બે નિષ્ફળતાથી વ્યક્તિનું માપ ન નીકળી શકે. ભુપેન્દ્ર યાદવ.

ઉમેદવારોની યાદી આપે તે પહેલા સીએમ, પક્ષના પ્રમુખો, સ્થાનિક જિલ્લા અને તાલુકાના અધિકારીઓ સાથે લાંબી બેઠકો માટે જાણીતા છે. કોંગ્રેસની નીતિ તેનાથી સાવ અલગ છે. તે માત્ર વ્યક્તિગત ગણતરીના આધારે ઉમેદવારો થોપી બેસાડે છે. કહેવાય છે કે ભુપેન્દ્ર યાદવ પાંચ વર્ષથી ગુજરાતની બાબતો પર રાષ્ટ્રીય દૃષ્ટિકોણથી નજર રાખે છે અને હવે નવું કામ જોઈએ છે. આ વાત ઘણી ચર્ચાસ્પદ છે, પરંતુ અમે કહી દઇએ કે યાદવ અને હાઈ કમાન્ડ, એટલે કે જે પી નદ્દા, પીએમ મોદી અને અમિત શાહ વચ્ચે આવી કોઈ ચર્ચા થઈ નથી. અને હા, ગુજરાત ભાજપને તેમના પર પૂરો ભરોસો છે. તો પછી આ અફવાઓ કોણ ફેલાવે છે?

જય મહારાષ્ટ્ર

2011ની કેડરના આઇએએસ અધિકારી આયુષ ઓકને ઘણી ઘણી શુભેચ્છાઓ. મિકેનિકલ એન્જિનિયરમાંથી આઇએએસ બનેલા 35 વર્ષીય ખરેખર નસીબદાર છે. સાડા ત્રણ વર્ષ અગાઉ તેઓ અમરેલીના કલેક્ટર હતા, પરંતુ હવે તેમને સુરત જેવો જિલ્લો મળ્યો છે. સુરતના કલેક્ટરનું પદ રાજકીય અને પ્રોફેશનલ રીતે બહુ મહત્ત્વનું હોય છે. અગાઉ નર્મદાના કલેક્ટર તરીકે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કામ કર્યું હતું.

આપણે ગુજરાતીઓ સ્માર્ટ છીએ અને ગમે ત્યાંથી કનેક્શન શોધી કાઢતા આવડે છે. આયુષને ગુજરાત કઇ રીતે મળ્યું તેની પણ અટકળો ચાલે છે. આયુષનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં થયો હતો. અહીં એટલું યાદ રાખો કે ગુજરાતમાં બે મહત્ત્વના રાજકીય લોકો મૂળ મહારાષ્ટ્રીયન છે. આગળનું તમે જ વિચારી લો.

Your email address will not be published.