ગુજરાત વીજ નિયમન પંચ-GERC ના અધ્યક્ષ તરીકે અનિલ મુકીમને મુખ્યમંત્રીએ શપથ લેવડાવ્યા

| Updated: January 5, 2022 7:30 pm

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વીજ નિયમન પંચ-GERC ના અધ્યક્ષ તરીકે નિયુકત થયેલા પૂર્વ મુખ્ય સચિવ અનિલ મુકીમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

મુખ્યમંત્રી કાર્યાલયમાં યોજાયેલા આ શપથ વિધિમાં ઊર્જામંત્રી કનુભાઇ દેસાઇ, ઊર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ સહિતના વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

વીજ નિયમન પંચના સભ્યો સર્વ મેહુલ ગાંધી અને એસ. આર. પાંડે પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી અને મંત્રીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી અનિલ મુકીમને GERC ના અધ્યક્ષના હોદ્દાનો પદભાર સંભાળવા માટેની શુભકામનાઓ પાઠવી હતી

Your email address will not be published.