લોકરક્ષક દળમાં ભરતી માટે થઈ જાવ તૈયારઃ અરજી કરવાનો સમય આવી ગયો

| Updated: October 12, 2021 5:00 pm

રાજયમાં પોલીસમાં ભરતી માટેની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર છે. પોલીસ કોન્સ્ટેબલની ભારતીની છેલ્લા ઘણા સમયથી આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી ત્યારે હવે ભરતીના અણસાર મળ્યા છે. આઇપીએસ અધિકારી હસમુખ પટેલે ટ્વિટ કરીને આ માહિતી જાહેર કરી છે.

તાજેતરમાં જ LRD ભરતી બોર્ડના અધ્યક્ષ પદે IPS હસમુખ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાતમાં પોલીસની 10,998 જેટલી જગ્યાઓ પર ભરતીનું અનુમાન છે.

આઇપીએસ હસમુખ પટેલએ આજે ટ્વિટ કરીને લખ્યું છે કે 31 માર્ચ 2021 પછી લાયક ઠરેલા ઉમેદવારોને પણ તક મળે તે હેતુથી પોલીસ સબ ઈન્સ્પેકટર ભરતી માટે તારીખ 20 ઓક્ટોબર 2021 સુધીઓ અરજીઓ માંગવી છે.

લોકરક્ષક દળમાં ભરતીની જાહેરાત પણ ટૂંક સમયમાં આપવામાં આવશે. આ પહેલાં પણ થોડા દિવસો અગાઉ હસમુખ પટેલે એક ટ્વિટ લખ્યું હતું કે, “લોકરક્ષક ભરતીની જાહેરાતની તૈયારીઓ ચાલી રહી છે. જાહેરાત થશે ત્યારે સૌને જાણ થાય તે માટે પૂરતી પ્રસિદ્ધિ આપવામાં આવશે. દિવાળી પછી નવેમ્બર માસમાં શારીરિક કસોટી શરૂ થવાનની શક્યતાઓ હાલ સેવાઇ રહી છે.”

Your email address will not be published. Required fields are marked *