રાધનપુરમાં યુવતી પર હુમલાને પગલે હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન, ભરવાડ સમાજ પણ રેલીમાં જોડાયો

| Updated: January 29, 2022 2:20 pm

રાધનપુરમાં યુવતી પર થયેલા હુમલા બાદ આજે હિન્દુ સંગઠન દ્વારા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ચૌધરી, ભરવાડ અને ઠાકોર સમાજના લોકો એકઠા થયા છે. ભરવાડ સમાજ અને અલ્પેશ ઠાકોર સહિત ઠાકોર સમાજના લોકો સહિત 15 હજારથી વધુ લોકો એકઠા થયા છે.

યુવતી પર હુમલો કરનાર આરોપીને કડકમાં કડક સજા આપવા માટે આજે ભવ્ય રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવશે. જો કે, પોલીસ દ્વારા હજી સુધી આ રેલીને મંજૂરી આપવામાં આવી નથી. તો બીજી બાજુ ગૃહ રાજયમંત્રીએ આ ઘટનાને અતિસંવેદલશીવ ગણાવી છે. કોઈ અઈચ્છનિય ઘટના ન બને તે માટે તમામ રાધનપુરમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

ઘટનાની વાત કરીએ તો, તાજેતરમાં રાધનપુરના શેરગઢ ગામે વિધર્મી શખ્સે ચૌધરી સમાજની યુવતી પર તેના ઘરમાં ઘૂસીને છરી વડે હુમલો કર્યો હતો. જેના મામલે ચૌધરી સમાજના અગ્રણીઓની ઉપસ્થીતીમાં હિન્દુ સમાજની એક બેઠક ગઈકાલે શુક્રવારે આદર્શ વિદ્યાલય ખાતે યોજાઇ હતી. જેમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, આવતીકાલે રાધનપુર સજ્જડ બંધ રાખવું અને રાધનપુરની આદર્શ વિદ્યાલયથી સવારે 11 કલાકે મહારેલી યોજી આવેદનપત્ર આપવું.

આ રેલીમાં ધંધૂકામાં તારીખ 25 જાન્યુઆરીના રોજ થયેલ કિશન ભરવાડની હત્યામાં આરોપીઓને સજા આપવા માટે ભરવાડ સમાજ પણ મોટી સંખ્યામાં જોડાયો છે. ચૌધરી સમાજ અને ભરવાડ સમાજની આ મહારેલીમાં સમસ્ત હિન્દુ સમાજ જોડાશે તેવું સાગરભાઈ ચૌધરીએ ગઈકાલે જણાવ્યું હતું.

Your email address will not be published.