મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પૂના ઈન્ટરનેશનલ સ્કુલનો વાર્ષિક ઉત્સવ યોજાયો

| Updated: April 23, 2022 9:40 pm

પૂના ઇન્ટરનેશનલ સ્કૂલ, ઝુંડાલનો આજે વાર્ષિક ઉત્સવ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રરેક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળકો દ્વારા રજુ કરવામાં આવેલ શિવ સ્તુતિ અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા. મુખ્યમંત્રીએ બાળકો દ્વારા રજુ કરવામાં આવેલ મંત્રમુગ્ધ કરી દે તેવા સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી તેમનું અભિવાદન પણ કર્યું હતું.

આ પ્રસંગે શાળા પરિવારના વડીલ શાસ્ત્રી સ્વામી પુરષોત્તમદાસ ચરણદાસજીએ મુખ્યમંત્રીનું પુષ્પ ગુચ્છ અને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું.

આ પ્રસંગે અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ, ગાંધીનગર (દક્ષિણ)ના ધારાસભ્ય શંભુજી ઠાકોર, ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલ, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી સહિત અનેક સ્થાનિક અગ્રણીઓ વાલીઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Your email address will not be published.