ભાવનગરમાં સામે આવ્યો લવ જેહાદનો વધુ એક કિસ્સો

| Updated: January 11, 2022 1:17 pm

ભાવનગરમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગરની એક યુવતીને લલચાવી ફોસલાવી ધર્મપરિવર્તન સાથે લગ્ન કરવા માટે ભગાડી જવામાં આવી હતી. આ ઘટના અંગેની જાણ ડેપ્યુટી મેયર કુમાર શાહ દ્વારા ધારાસભ્ય વિભાવરીબેન દવેને કરાતા તેમણે તરત જ ભાવનગર પોલીસને આ અંગે તપાસ કરવા રજુઆત કરેલ. જેને પગલે પોલીસ દ્વારા યુવતીને ભગાડી જનાર યુવાનનું લોકેશન ટ્રેસ કરતા હૈદરાબાદ હોવાનું જાણવા મળ્યું હતું .

યુવકના લોકેશનની માહિતીને આધારે ભાવનગર પોલીસે યુવતીને ભગાડીને લઈ જનાર યુવાનને ઝડપી પાડયો હતો. ત્યારબાદ વધુ વિગતો મેળવતા પોલીસને યુવતી વડોદરા હોવાનું અને ત્યાંથી હૈદરાબાદ લાવી તેનું ધર્મપરિવર્તન કરાવવાનું હોવાની વિગતો બહાર આવી હતી. આ અંગે પોલીસ દ્વારા યુવતીના વાલીઓને જાણ કરવામાં આવી હતી જેને પગલે યુવતીને વડોદરાથી હેમખેમ યુવતીને પરત લઈ આવવામાં આવી હતી. જ્યા તેણે સમગ્ર ઘટનાની જાણ કરી હતી .

Your email address will not be published.