એન્થની ફોસી કહે છે કે અમેરિકા કોરોનાના ખરાબ તબક્કામાંથી બહાર: પણ તકેદારી આવશ્યક

| Updated: April 28, 2022 12:17 pm

ન્યૂયોર્કઃ અમેરિકાના જાણીતા ચેપ રોગ નિષ્ણાત ડો. એન્થની ફોસીએ જણાવ્યું હતું કે ચેપગ્રસ્તોની સંખ્યા, હોસ્પિટલાઇઝેશન અને મૃત્યુના સંજોગોને ધ્યાનમાં રાખતા અમેરિકા કોરોનાના ભરડામાંથી બહાર આવી ગયું છે. પણ કેટલાક સ્થળોએ કોરોનાનો રોગચાળો સામાન્ય થઈ જશે તેમ લાગે છે. આમ કોરોનાનો રોગચાળો પહેલા જેવી મહામારી નહી રહે, પણ એક સામાન્ય રોગચાળો બનીને રહેશે.

અમેરિકાના ચેપી રોગોના ટોચના નિષ્ણાત મનાતા ડો. ફોસીએ જણાવ્યું હતું કે કોરોના વાઇરસનો રોગચાળો વિશ્વમાં હજી પણ પ્રસ્તુત છે, પણ અમેરિકા માટે પણ તેનો ભય હજી પૂરો થયો નથી. તેમના કહેવાનું તાત્પર્ય ફક્ત એટલું જ છે કે અમેરિકામાં કોરોનાનો ખરાબમાં ખરાબ સમયગાળો વીતી ગયો છે.

તેમણે જણાવ્યું હતું કે હાલમાં અમેરિકામાં રોજના નવ લાખ કેસ આવતા નથી અને દરરોજે લાખો લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડતા નથી તથા રોજના હજારોની સંખ્યામાં મોત થતા નથી. આમ ફોસીએ અગાઉની ટિપ્પણીની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે જાન્યુઆરીમાં ઓમિક્રોનના લીધે કોરોનાના મોરચે જે આત્યંતિક ખરાબ સ્થિતિ જોવા મળી હતી તેવું હવે નથી. આ સમયગાળાને બ્રુટલ વિન્ટર પણ કહેવાતો હતો. હવે કોરોના વાઇરસ એક મહામારીમાંથી સામાન્ય રોગચાળો બનવા તરફ આગળ વધી રહ્યો છે.

ડો. એન્થની ફોસીનું કહેવું છે કે વિશ્વ હજી પણ કોરોનાના રોગચાળાના ભરડામાં છે. તે વાતને લઈને કોઈ શંકા નથી. મારી વાતને કોઈપણ ખોટી રીતે ન લે. ફોસીએ જણાવ્યું હતું કે રોગચાળો હજી પણ છે જ. કોરોનાને સારી રીતે હોંચી વળવા માટે બાઇડેન વહીવટીતંત્ર રસીકરણ, બૂસ્ટર ડોઝ અને તબીબી સારવાર પર ધ્યાન આપી રહ્યુ છે ત્યારે તેમણે કરેલી ટિપ્પણી આરોગ્ય સત્તાવાળાઓ મહત્વની છે.

અમેરિકાના કોરોનાના કેસ અગાઉના મહિનાઓ કરતાં ઘણા ઓછા છે. પણ આરોગ્ય સત્તાવાળાઓ કોરોનાના ફેલાવા પર ખાસ નજર રાખી રહ્યા છે. છેલ્લા સપ્તાહમાં કોરોનાના કેસોની સંખ્યામાં 25 ટકાનો વધારો થયો હોવાનું તેઓનું કહેવું છે.

Your email address will not be published.