AR રહેમાનની દીકરી ખતિજા રહેમાનના લગ્ન થયા, સિંગરે શેર કર્યો પહેલો ફોટો

| Updated: May 6, 2022 6:51 pm

એઆર રહેમાને (AR Rahman)ફેમિલી ફોટો શેર કરીને દીકરીના લગ્નના સમાચાર આપ્યા છે. ફોટામાં, નવવિવાહિત યુગલ ખતિજા અને રિયાસદીન સોફા પર બેઠા છે જ્યારે તેમના પિતા એઆર રહેમાન, માતા સાયરા બાનુ, ભાઈ એઆર અમીન અને મોટી બહેન રહીમા રહેમાન તેમની પાછળ ઉભા છે. નવા પરણેલા કપલને ફેન્સ અભિનંદન આપી રહ્યા છે..

મ્યુઝિક લેજેન્ડ એઆર રહેમાનની દીકરી ખતિજા રહેમાનના લગ્ન થઈ ગયા છે. ખતિજાએ મંગેતર રિયાસદ્દીન રિયાન સાથે લગ્ન કર્યા. આ લગ્ન પહેલાની તસવીરો પણ સામે આવી છે. આ તસવીરોમાં નવવિવાહિત કપલ ​​પરિવાર સાથે પોઝ આપતાં જોઈ શકાય છે. ખતિજાના લગ્નના આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ચાહકો આ કપલને ખુબ ખુબ અભિનંદન અને આશીર્વાદ આપી રહ્યા છે.

રહેમાનની(AR Rahman) દીકરીના લગ્ન થયા

એઆર રહેમાને (AR Rahman)ફેમિલી ફોટો શેર કરીને દીકરીના લગ્નના સમાચાર આપ્યા છે. ફોટામાં, નવવિવાહિત યુગલ ખતિજા અને રિયાસદીન સોફા પર બેઠા છે જ્યારે તેમના પિતા એઆર રહેમાન, માતા સાયરા બાનુ, ભાઈ એઆર અમીન અને મોટી બહેન રહીમા રહેમાન તેમની પાછળ ઉભા છે. સાથે જ રહેમાનની માતાની તસવીર પણ તેની સાથે રાખવામાં આવી છે.

આ પણ વાંચો-શંકરાચાર્ય જયંતિ 2022: આજે છે શંકરાચાર્ય જયંતિ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી મહત્વની વાતો

ચાહકો આપયા કપલને અભિનંદન

લગ્ન પર પુત્રીને અભિનંદન અને આશીર્વાદ આપતા એઆર રહેમાને(AR Rahman) લખ્યું, ‘ભગવાન આ દંપતીને આશીર્વાદ આપે. આપ સૌને અભિનંદન અને પ્રેમ માટે અગાઉથી આભાર.’ ચાહકો અને સેલેબ્સ પણ ખતિજા અને તેના પતિને અભિનંદન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘વાહ, તમને બંનેને અભિનંદન.’ બીજાએ લખ્યું, ‘સમગ્ર પરિવારને શુભેચ્છાઓ.’ ત્રીજાએ લખ્યું, ‘પ્રેમ યુગલને હૃદયથી અભિનંદન

ખતિજા અને રિયાસદીનની સગાઈ ડિસેમ્બર 2021માં થઈ હતી. ખાતિજાએ ખુદ ઈન્સ્ટાગ્રામ પર આ સમાચાર આપ્યા હતા. વેડિંગ આઉટફિટની વાત કરીએ તો ખતિજાએ ક્રીમ કલરમાં સુંદર ફ્લોરલ પ્રિન્ટ સૂટ-સલવાર પહેર્યો હતો. તે જ સમયે તેનો પતિ રિયાસદ્દીન રિયાન ક્રીમ કલરની મેચિંગ શેરવાનીમાં જોવા મળ્યો હતો. રિયાસદ્દીન રિયાનના પ્રોફેશન વિશે વાત કરીએ તો તે સાઉન્ડ એન્જિનિયર છે. તે લાંબા સમયથી એઆર રહેમાન સાથે કામ કરી રહ્યો છે.

Your email address will not be published.