શુ તમારુ વજન નથી વધી રહ્યું? તો શ્રાવણ મહિનામાં ફરાળની સાથે વજન પણ વધશે

| Updated: July 30, 2022 6:30 pm

ધણા લોકો ગમે તેટલો ખોરાક હોય પરંતુ તેમના વજનમાં વધારો થતો નથી પરંતુ આજે જે અમે તમને ખાવાની વસ્તુ જણાવીશું જેના કારણે થોડા જ દિવસોમાં વજનમાં વધારો થઇ શકે છે.તે તમારા ડાયટમાં એડ કરો અને તમારુ વજન વધારો

સાબુદાણાનું સેવન તમને વજન વધારવામાં મદદ કરી શકે છે.જેના કારણે સડસડાટી તમારા વજનમાં વધારો થશે.કારણે સાબુદાણામાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે.જેના કારણે જો તમારે વજન વધારવું હોઇ તો તમારા ડાઇટમાં સાબુદાણા આ રીતોથી લઇ શકો છો.

સાબુદાણાની ખીર

જો તમારે વજન વધારવું હોય તો સાબુદાણાને ખીરના સ્વરૂપમાં લો.જેના કારણે તેમાં દુધ આવશે અને તેની સાથે અનેક ડ્રાઇફ્રુટ પણ આવશે જે તમારા વજનમાં વધારો કરવા મદદ કરી શકે છે.

સાબુદાણાની ખીચડી
વજન વધારવા માટે સાબુદાણાની ખીચડી પણ ખાઈ શકાય છે જો તમને ખીર વધારે મિઠી લાગતી હોય અને તમને મઠી વસ્તુ ગમતી નથી તો તમે તમારા સ્વાદ માટે તીખી તમ તમ ખીચડી બનાવી શકો છો તેમા નાખવામાં આવતા શાકભાજી અને તમને જો ગમે તો સિંગદાણા પણ નાંખી શકો છો.જેના કારણે તમારા વજનમાં વધારો થશે

સાબુદાણા સૂપ

જો તમે તીખું તો ગમે છે પણ તમારે તેને પ્રવાહી તરીકે લેવું છે તો તમે સાબુદાણાનો સૂપ પી શકો છો.સાબુદાણાને થોડા કલાકો માટે પલાળી અને તેમાં ગાજરને નાના ટુકડામાં અને ટામેટાની પ્યુરી બનાવીને નાંખો, આ સાથે તમને મન ગમતા કોઇ પણ શાકભાજી નાંખી શકો છો.ત્યાર પછી આ દરેક વસ્તુઓને પાણી, મીઠું, કાળા મરી નાખીને 15 મિનિટ ઉકાળો અને તૈયાર છે સૂપને ગરમ ગરમ પીઓ અને વજન વધારો

Your email address will not be published.