ગુજરાત HCના બે નિવૃત્ત જજના વિદાય સમારોહમાં માત્ર ભોજનનો ખર્ચ આઠ લાખ રૂપિયા

| Updated: October 10, 2021 6:06 pm

ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ બેલા એમ. ત્રિવેદીની સુપ્રિમ કોર્ટમાં નિમણુંક થતા તારીખ 29 ઓગસ્ટ ના રોજ વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. આ સમારોહ ‘ધ લીલા; હોટેલ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં તમામ આમંત્રિત મહેમાનો માટે ડિનરનું આયોજન કરાયું હતું.

જોકે યોજવામાં આવેલ આ સમારોહના ડિનરનો ખર્ચ ખુબ જ ચોંકાવનારો છે. આ સમારોહનું બિલ 7,90,600 રૂપિયા આવ્યું હતું. જે ખુબ જ મોટી રકમ કહી શકાય છે. જેમાં પર દીઠ વ્યક્તિના આશરે 3,350 રૂપિયા થયા હતા અને તેવા કુલ 200 લોકો હતા. અને સાથે જ GST પણ લગાવવામાં આવ્યું હતું જેના કારણે કુલ બિલ 7 લાખથી વધુનું થયું હતું.

માત્ર વિદાય સમારોહ પાછળ જો સરકાર આટલા રૂપિયા ખર્ચી શકાતી હોય તો વિકાસ ના કામો માટે શા માટે નથી ખર્ચતી? આવા અનેક સવાલો લોકોના મનમાં ઉભા થઇ રહ્યા છે. પ્રજા ટેક્સ ભરી ને પણ ખરાબ રસ્તા પરથી પસાર થવા મજબુર બની છે, પાણીની પણ અસુવિધાઓ ભોગવી રહી છે ત્યારે લોકોને સુવિધા આપવા કરતા વિદાય સમારોહ પાછળ પૈસા વેડફવા કેટલા યોગ્ય છે??

Post a Comments

1 Comment

Your email address will not be published. Required fields are marked *