મૃતક વ્યક્તિના નામે પોર્ટુગલ પાસપોર્ટ બનાવી લંડન જઈ રહેલા આધેડની ધરપકડ

| Updated: April 28, 2022 8:42 pm

મૃતક વ્યક્તિના નામે પોર્ટુગલ પાસપોર્ટ બનાવીને મુંબઈથી લંડન જતી ફ્લાઈટમાં લંડન જવા નિકળેલા યુવકને એટીએસની ટીમે દમણથી ઝડપી પાડ્યો છે. ખોટી રીતે વિઝા અને પાસપોર્ટ બનાવવા સહિતની મદદમાં વધુ ત્રણ આરોપીના નામ બહાર આવ્યા છે. આરોપી પાસે વધુ 3 પાસપોર્ટ મળી આવ્યા છે આરોપીના પરિવારે પણ પાસપોર્ટમાં ખોટા નામના ફેરફાર કર્યા હોવાથી તેમની સામે પણ ગુનો નોધી તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ એટીએસને ગેરકાયદે પાસપોર્ટ લઇ એક શખ્સ વિદેશ જતો હોવાની માહિતી મળી હતી તે આધારે ગણેશ નારણભાઇ ટંડેલ (ઉ.61)ને પકડી પાડ્યો હતો. તે નાની દમણના બોરાજીશેરીમાં રહેતો હતો. એટીએસના ડિવાયએસપી હર્ષ ઉપાધ્યાયએ જણાવ્યુ હતુ કે, લાલુ નરસૈમ ડેરીયા નામનો શખ્સ મૃત્યુ પામ્યો છે તેના નામે ખોટા પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવી ગણેશ ટંડેલ વિદેશ જઇ રહ્યો છે. આમ લંડની ફ્લાઇટ મુંબઇ એરપોર્ટપરથી હોવાથી તે નાની દમણથી મુંબઇ જવા માટે એક ઇનોવામા જવાનો હતો. તેની તપાસ કરતા તેની પાસેથે એક નહી પણ ત્રણ પાસપોર્ટ મળી આવ્યા હતા.

તેના સામે ઇપીકો 465, 468, 471,120 બી તથા પાસપોર્ટ એધિનીયમ 1967ની કલમો હેઠળ ગુનો નોધ્યો હતો. આ કેસમા આરોપી ગણેશને મદદ કરનાર આરોપી અલ્કેશ ગણેશ ટંડેલ, ધર્મેશ ગણેશ ટંડેલ અને સુરેખા ગણેશ ટંડેલ સામે પણ ગુનો નોધ્યો હતો તમામના પાસપોર્ટમાં ગણેશની જગ્યાએ લાલુ નરસૈમ નામ પિતા અને પતિ તરીકે દર્શાવેલું હતુ. જેથી પુરો પરિવાર વિદેશ જવાનો હતો કે પછી અન્ય કોઇ કૌભાંડ છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.