આનંદનગર વિસ્તારમાં રહેતી મહિલાની 4 વર્ષીય દિકરી લેપ્રોસ નામની ઇગ્લીંસ મીડિયમ પ્રી સ્કુલમાં અભ્યાસ કરતી હતી. સ્કુલમાંથી ઘરે આવતા જતાં તેને ડ્રાઇવર અડપલા કરતો હતો. જેથી ડરી ગયેલી દિકરીએ તેની માતાને રડતા રડતા આ અંગે જણાવ્યું હતુ. આ અંગે આનંદનગર પોલીસે પોક્સો હેઠળ ગુનો નોધી આરોપી ડ્રાઇવર મુન્ના નામના શખ્સને પકડી પાડ્યો હતો.
આનંદનગર વિસ્તારમાં 32 વર્ષીય મહિલા તેના પતિ અને ચાર વર્ષની દિકરી સાથે રહે છે. પતિ પત્ની બંને નોકરી કરે છે. તેમની દિકરી લેપ્રોસ નામની ઇંગ્લીસ મીડિયમમાં પ્રી સ્કુલમાં અભ્યાસ કરે છે. પતિ પત્ની બંને નોકરી કરતા હોવાથી દિકરીને લેવા મુકવા માટે સમય ફાળવી શકાય તેમ ન હોવાથી તેને સ્કુલે નક્કી કરેલી ઇક્કો વાન બાંધી દીધી હતી. દિકરીને ઇક્કો કારના મુ્ન્નાભાઇ નામના ચાલક લેવા મુકવા જતા હતા.
ગત 20મી જુનના રોજ સ્કુલમાંથી એક બહેનનો કોલ આવ્યો હતો કે, તમારી દિકરી ઘણી ઉદાશ રહે છે તેને કંઇ થયુ નથી ને. જેથી મહિલાએ ઘરે આવી તેની દિકરી સાથે વાત કરી હતી. આ દરમિયાન 4 વર્ષની દિકરી રડવા લાગી હતી અને તેણે જણાવ્યુ હતુ કે, મારે ઇક્કો વાનમાં જવું નથી. જેથી દિકરીને સમજાવી પુછપરછ કરતા આખરે બહાર આવ્યું હતુ કે, ઇક્કો કારના ચાલક તેની સાથે શારિરીક અડપલા કરે છે અને તેને પરેશાન કરે છે.
આમ આ અંગે સ્કુલના હેડ રશમીબેનને આ અંગે ફરિયાદ કરી હતી પરંતુ તેમણે આ અંગે માલિકને વાત પહોચાડી દીધી છે અને બાદમાં કોઇ સરખો જવાબ આપ્યો ન હતો. આ અંગે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.
ઉલ્લેખનીય છે કે, પોક્સો જેવી ઘટનામાં પણ પોલીસે ફરિયાદીને સાબિત કરવું પડશે અને તમે પહેલા અરજી કરવા જણાવ્યુ હતુ આમ બાળકીને અડપલા જેવા કિસ્સામા પણ પોલીસ આવું વર્તન કરે તે ચર્ચાનો વિષય બન્યો છે.