ભાજપના નકલી અધ્યક્ષ સી આર પાટીલે કોલ કરી અમરેલી માર્ગ-મકાન વિભાગના કલાર્કની બદલી કરવા આદેશ કર્યા

| Updated: June 17, 2022 8:50 pm

સુરતના આઉટ સોર્સીંગ કરનાર કોન્ટ્રાકટરને અમરેલી માર્ગ-મકાન વિભાગમાં કામ કરતો કલાર્ક પરેશાન કરતો હતો. તેથી તેની બદલી કરવા માટે કોન્ટ્રાકટરે પ્લાન કર્યો અને ભાજપના અધ્યક્ષ સી આર પાટીલના નામે કોલ કરી ઇન્જીનીયરને બદલી કરવા આદેશ કર્યા હતા. આ અંગે સાઇબર ક્રાઇમમાં ગુનો નોધાતા પોલીસે સુરતના આરોપીની બીજા જ દિવસે ધરપકડ કરી હતી.

રાજકોટમાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇન્જીનીયર તરીકે એન જી શીલું નોકરી કરે છે. તેમના પર એક કોલ આવ્યો હતો કે, ભાજપ અધ્યક્ષ સી આર પાટીલનો પીએ બોલું છું. સાહેબ સાથે વાત કરો. બાદમાં ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે, માર્ગ અને મકાન વનિભાગના એજ્યુકીટીવ એન્જીનીયરને કહ્યું કે, અમરેલી ખાતે આવેલી માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં કામ કરતો ક્લાર્ક કુલદિપ વહીવટી કાર્યવાહીમાં કોન્ટ્રાક્ટરોને તેમજ આઉટ સોર્સીંગના માણસોને હેરાન કરતો હતો. તેથી તેની તાત્કાલીક બદલી કરી નાખો. તેમ જણાવી ફોન કાપી નાખ્યો હતો.

બાદમાં ઇન્જીનીયરે ટ્રુ કોલરમાં જોતા તેમાં પણ સી આર પાટીલ નામ આવ્યું હતુ. દરમિયાનમાં ભાજપના મિડીયા કન્વીનર યજ્ઞેશ દવેને ખોટી રીતે સી આર પાટીલનું નામનો ઉપયોગ કર્યો હતો. આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. દરમિયાનમાં સાઇબર ક્રાઇમે તપાસ હાથ ધરી હતી. સાઇબર ક્રાઇમે ભરત મનજીભાઇ વાઘાણી (રહે. સિધ્ધાર્થનગર સીમાડગામ સુરત શહેર)ને પકડી પાડ્યો હતો. આરોપી ભરત આઉટ સોર્સીંગ કોન્ટ્રાકટર હોવાનું બહાર આવ્યું છે. તેણે ભાવનગર ખાતે ભાવસિંહજી કોલેજ ખાતેથી ડિપ્લોમાં સિવીલ ઇન્જીનીયર તરીકે અભ્યાસ કર્યો છે. સફાઇના કોન્ટ્રાક્ટ લે છે.

દર મહિને અમરેલી ઓફિસે જવાનું હોય છે તેવામાં ક્લાર્ક કુલદીપ એકાઉન્ટ શાખામાં નોકરી કરતો હોવાથી નાની-નાની બાબતે સુપરવાઇઝર અને તેમના માણસો સાથે માથાકુટ કરતો હોવાથી કુલદીપથી કંટાળી ગયા હતા. જેથી તેની બદલી જુનાગઢ ખાતે કરી નાખવા માટે આ પ્લાન બનાવ્યો હતો. આ અંગે સાઇબર ક્રાઇમે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. જોકે મહત્વની વાત તો એ છે કે, એક જ દિવસમા ફરિયાદ અને બીજા દિવસે આરોપીની ધરપકડ થઇ ગઇ હતી.

Your email address will not be published.