મુન્દ્રા સ્થિત અદાણી સીએમએ મુન્દ્રા ટર્મિનલ ખાતે એપીએલ રાફ્લેસ કન્ટેનર શીપ આવી પહોંચ્યું હતું. આ જહાજ ભારતનું અત્યાર સુધીનું સૌૈથી મોટું કન્ટેનર જહાજ છે.
આ જહાજ ફ્રેન્ચ કન્ટેનર ટ્રાન્સપોર્ટેશન અને શીપીંગ કંપની સીએમએ સીજીએમના કાફલામાં સામેલ છે. 2013માં તૈયાર થયેલું આ જહાજ 397.99 મીટર લાંબુ અને 51 મીટર પહોળું છે. એટલે કે આ જહાદ ફૂટબોલના ચાર મેદાન જેટલું કદ ધરાવે છે.

આ જહાજ ચીન તથા મધ્ય પૂર્વમાં થઈને ગુજરાતના કાંઠે આવી પહોંચ્યું છે. અહીંથી તે પૂર્વ એશિયા તરફ રવાના થશે. મુન્દ્રા પોર્ટ ખાતે આ જહાજનું આગમન એ અદાણી પોર્ટની ક્ષમતા પણ દર્શાવે છે. અદાણી ગ્રુપ દ્વારા જારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે વિશાળ કદના જહાજોના આગમને અમે આવકારીએ છીએ.