ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના ચંદેરિયા ગામમાં આદિવાસી સંકલ્પ મહા સંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. જેને આદિવાસી પીઢ નેતા છોટુ વસાવા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક જ મંચ પરથી સંબોધિત કરશે.
આજે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે સંયુક્ત રીતે પત્રકાર પરિષદને સંબોધતા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા અને ભારતીય ટ્રાઈબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ સ્પષ્ટ જણાવ્યુ હતુ કે, ભાજપની સરકાર ત્રણ દાયકાથી સત્તામાં છે, આદિવાસી જૂથના રોજિંદા પ્રશ્નો હલ કરવામાં નિષ્ફળ રહ્યા છે. જળ, જંગલ અને જમીનના પ્રશ્નોની અવગણના કરવામાં આવી રહી છે.
વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસ પણ આદિવાસી સમૂહ માટે અવાજ ઉઠાવવામાં અસમર્થ સાબિત થઈ છે. આવી સ્થિતિમાં આ વર્ષના અંતમાં ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ટ્રાઈબલ પાર્ટી ઓફ ઈન્ડિયા અને આમ આદમી પાર્ટી એકસાથે મળી ગુજરાતના લોકોના ઉત્થાન માટે પ્રયાસ કરી રહી છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, આમ આદમી પાર્ટી અને BTP એક નવી રાજકીય પહેલ કરવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે છોટુભાઈ વસાવા લાંબા સમયથી ગરીબ, મજૂર, આદિવાસી, વંચિત સમાજ માટે લડત ચલાવી રહ્યા છે. અગાઉની સરકાર આદિવાસી સમૂહના કોઈપણ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવી શકી નથી. હવે 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભરૂચ જિલ્લાના ચંદેરિયા ગામમાં વિશાળ આદિવાસી સંકલ્પ મહા સંમેલનને સંબોધશે. આ જ મંચ પરથી BTPના દિગ્ગજ આદિવાસી નેતા છોટુભાઈ વસાવા આગામી આદિવાસીઓના મુળભુત હકો અને અધિકારો માટેનો હુંકાર ભરશે.
ટ્રાઈબલ પાર્ટી ઓફ ઈન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી તે પહેલા જ અમે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સંપર્કમાં હતા. ગુજરાતના ગરીબ આદિવાસી જૂથની સમૃદ્ધિ માટે ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને આમ આદમી પાર્ટીએ રાજકીય રીતે સાથે મળીને કામ કરવાની જરૂર છે.
જણાવી દઈએ કે આ વર્ષે માર્ચના છેલ્લા રવિવારે, ટ્રાઈબલ પાર્ટી ઓફ ઈન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવાના નેતૃત્વમાં એક પ્રતિનિધિળે દિલ્હીનીમાં માનનનીય મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી સાથે મુલાકાત કરી હતી. તેમજ દિલ્હીની સરકારી શાળાઓ, સરકારી દ્રારા બનાવાયેલ હોકી, ફુટબોલ, ક્રિકેટના મેદાનો અને મહોલ્લા ક્લીનીક અને સરકારી હોસ્પીટલોની મુલાકાત લીધી કરી હતી. જે કામોથી આદરણીય ધારાસભ્ય શ્રી મહેશભાઇ વસાવા સહિતનુ પ્રતિનિધી મંડળ ધણુ બધુ પ્રભાવિત પણ થયુ હતુ.