અરવિંદ કેજરીવાલ 1 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે

| Updated: July 28, 2022 10:28 am

આરવિંદ કેજરીવાલ આગામી થોડા દિવસો સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને આવી રીતે તેવો સતત હમણા ગુજરાતના પ્રવાસે આવતા રહેવાના છે.

અરવિંદ કેજરીવાલ 1, 6, 7, 10 ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રવાસે આવશે તેવી હાલ માહિતી મળી રહી છે.થોડા દિવસો પહેલા પણ તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા તેમણે સોમનાથની મુલાકાત લીધી હતી.

વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે જેને લઇને અનેક નેતાઓ ગુજરાતમાં ધામા નાંખ્યા છે.આજના દિવસની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી પણ આજથી ગુજરાતની બે દિવસીય મુલાકાત પર આવ્યા છે.જેમાં તેઓ બનાસકાંઠામાં પ્રોજક્ટોની શરૂઆત કરવાના છે અને આ સાથે જે મહિલાઓ પશુપાલન કરે છે તેમની સાથે પણ મુલાકાત કરશે.

ગુજરાતમાં મફત વીજળીની ઘોષણા:

દિલ્હી અને પંજાબ મોડલને અનુસરીને, અરવિંદ કેજરીવાલે તેમની સુરતની મુલાકાત દરમિયાન, ગુજરાતમાં સરકાર રચ્યાના ત્રણ મહિનામાં 24*7 મફત વીજળીના 300 યુનિટની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, તેમણે 31 ડિસેમ્બર 2021 સુધીના જૂના ઘરેલું વીજળીના બિલને માફ કરવાની પણ જાહેરાત કરી હતી.

સુરત મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, “જે દિલ્હી અને પંજાબમાં કરવામાં આવ્યું, તે હવે અમે ગુજરાતમાં કરીશું.” કેજરીવાલે ઉમેર્યું હતું કે, “વર્તમાન સરકારે 15 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું, પરંતુ અમે તેમની જેમ કોઈ રાજકારણ નથી કરી રહ્યા કારણ કે આપ પ્રામાણિક લોકોની પાર્ટી છે. અમે જે કહીએ છીએ તે અમે કરીએ છે. જો અમે ગેરંટી પૂરી નહીં કરીએ તો અમે ફરી વોટ માંગવા નહીં આવીએ.”

Your email address will not be published.