ડ્રગ કેસમાં કિંગખાનનો પુત્ર આર્યન આર્થર જેલમાં : કોર્ટે જામીન અરજી ફગાવી

| Updated: October 8, 2021 7:31 pm

ક્રૂઝ પાર્ટીમાં ડ્રગ્સના કેસને લઈને ફસાયેલા આર્યન ખાનની જામીન અરજી કોર્ટના મેજિસ્ટ્રેટે ફગાવી દીધી છે.  આર્યન ખાન, અરબાઝ મરચન્ટ અને મુનમુન ધમેચાના જામીન કોર્ટે રદ્દ કર્યા છે. આર્યનખાન સહીતના આરોપીયોને આર્થર જેલમાં મોકલી દેવાયા છે.

ક્રુઝ ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિતના 6 આરોપીયો 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલા આર્યન ખાને તરત જ જામીન અરજી કરી હતી જોકે આ જામીન અરજી ફગાવી દેવાઈ હતી. NCBએ દલીલ કરી હતી કે  NDPS કોર્ટને જામીન આપવાનો અધિકાર નથી. જામીનનો આ મામલો સેશન્સ કોર્ટમાં જવો જોઈએ. તેની સામે આર્યનખાનના વકીલ સતીશ માનસિંદેએ NCBની તમામ દલીલોને નકારી હતી.

ઉલ્લેખનીય છે કે આર્યનખાનની અત્યાર સુધી 3 વાર જામીન અરજી રદ્દ થઇ ચુકી છે. જોકે હવે જામીન અરજી માટે સેસન્સ કોર્ટમાં જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે જામીન અરજી ફગાવી દીધા બાદ આર્યનખાનના વકીલ સતીશ માનસિંદેનું કોઈ નિવેદન સામે આવ્યું નથી. છેલ્લા 7 દિવસથી આર્યનખાન જેલમાં છે અને જ્યાં સુધી જામીન ન મળે ત્યાં સુધી આર્થર જેલમાં જ રહેવું પડશે.

Your email address will not be published. Required fields are marked *