ચુંટણી નજીક આવતાં યુપીમાં ભાજપનાં સામાજિક જનાધારમાં ગાબડાં

| Updated: January 13, 2022 8:47 am

ચૂંટણી પહેલાં પક્ષપલટો અને પાર્ટીમાં ભંગાણ સામાન્ય છે અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં જ્યાં રાજકારણ એ એક વિસ્તૃત સમુદાયના અસ્તિત્વ માટે કોઈક કોઇ રીતે તેના પર નિર્ભર છે.

જો કે, તે ભાગ્યે જ બળવા સુધી જાય છે. કેટલાકે જે પક્ષમાંથી ચૂંટાયા હતા તે છોડી દીધો કારણ કે તેમને ડર હતો કે તેમને ટિકિટ નહીં મળે અથવા તો તેઓ વધુ સલામત જગ્યા ઇચ્છતાં હતા.કેટલાક કિસ્સાઓમાં તેમના મતદારો દ્વારા તેમના પર એવા પક્ષનો વિકલ્પ શોધવાનું દબાણ હોય છે કે જે અપ્રિય બની ગયો હોય અને સંભવતઃ હારનો સામનો કરી રહ્યો હોય.

ફેબ્રુઆરી-માર્ચમાં ચુંટણી થવાની છે તે ઉત્તર પ્રદેશમાં ભાજપે છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક મંત્રીઓ અને ધારાસભ્યો ગુમાવ્યા છે અને તેઓ મુખ્ય પ્રતિસ્પર્ધી તરીકે ઉભરી રહેલી સમાજવાદી પાર્ટીમાં જતા રહ્યા છે. રાજીનામું આપનારાઓમાં બે વરિષ્ઠ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય અને દારા સિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. મૌર્યનાં જવાથી ભાજપને ખૂબ જ મોટો ફટકો પડ્યો કારણ કે તેઓ તેમના અડધો ડઝન વફાદારોને પણ પોતાની સાથે લઈ ગયા છે.

જેઓ ભાજપ છોડીને ગયા તેમાંથી મોટાભાગના ઓબીસી અથવા પછાત જાતિનાં હતા જેણે યુપીમાં ભાજપનું મજબુત સમર્થન ઉભું કર્યું હતું. કેટલાક બ્રાહ્મણો અને દલિતોએ પણ તેનું અનુકરણ કર્યું. તેઓ જોકે બહુજન સમાજ પાર્ટી કે કોંગ્રેસ તરફ નહીં પરંતુ સપા તરફ ખેંચાયા. મૌર્ય અને ચૌહાણ મૂળ બીએસપી સાથે હતા પરંતુ તેઓ કથિત રીતે બીએસપીના વડા માયાવતીના રાજકારણ પ્રત્યેના અભિગમથી નારાજ હતા.તેમને લાગ્યું કે, તે અભિગમ બહુજન રાજનીતિ અને બીએસપીના સ્થાપક કાંશીરામે પ્રસ્થાપિત કરેલી પ્રતિબદ્ધતાની વિરુધ્ધ હતો. ચૌહાણ થોડો સમય માટે સપામાં પણ જઇ આવ્યા હતા પરંતુ જ્યારે તેમને ખબર પડી કે સપા યાદવોની તરફેણ કરે છે અને તેઓ જેનું પ્રતિનિધિત્વ કરે છે તેના માટે ખાસ કોઇ જગ્યા નથી ત્યારે તેમણે પક્ષ છોડી દીધો.

ઘણા પક્ષપલટ પૂર્વાંચલમાં જોવા મળ્યા છે, જે પૂર્વીય પ્રદેશ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વારાણસી મતવિસ્તાર યુપીના પૂર્વના મધ્યમાં છે જ્યારે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનું ગોરખપુર હોમ ટર્ફ અને રાજકીય કર્મભૂમિ પણ પૂર્વમાં છે.


સ્વાભાવિક રીતે સવાલ ઉભા થાય કે ચૌહાણ અને મૌર્યએ યુપીના મતદાનના એક મહિના કરતાં ઓછા સમય પહેલાં શા માટે રાજીનામું આપ્યું?  શું તેમને ટિકિટ નહીં મળે તેવો ડર હતો? સોશિયલ મીડિયા પર ભાજપનાં ચીયરલીડર્સે દલીલ કરે છે કે પક્ષ છોડી ગયેલા મોટાભાગનાં લોકોને કહી દેવાયું હતું કે કે તેમને નકારવામાં આવી રહ્યા છે. એવી દલીલ પણ કરવામાં આવી હતી કે પશ્ચિમ બંગાળમાં, ભાજપે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીમાંથી પક્ષપલટો કરનારાઓને લીધા હતા.ભાજપે તેમને ટિકિટ આપીને નવાજ્યા હતા.જોકે આ પ્રયોગ કામ આવ્યો ન હતો કેમ કે તેમાંના ઘણા ટીએમસી સામે હારી ગયા હતા. ટીએમસીના આયાતી ઉમેદવારોને પણ પશ્ચિમ બંગાળમાં ભાજપનાં પરાજય માટે જવાબદાર ગણાવાયા હતા. સોશિયલ મીડિયા પર ભાજપનાં સમર્થકોને કહે છે કે સપાને પણ તેવી જ સ્થિતિનો સામનો કરવો પડશે.

જોકે  યુપી પર બારીક નજર રાખતાં ગૃહ મંત્રી અમિત શાહે પક્ષ છોડીને ગયેલા લોકોને જવા દેવાના બદલે રાજ્યના મહાસચિવ સુનિલ બંસલ અને નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યને તેમને સમજાવવાનું કામ સોંપ્યું. દરમિયાન એવી વાત આવી કે મૌર્ય ભાજપમાં પાછા ફરી શકે છે. જોકે તેમણે ઓન રેકોર્ડ ભારપૂર્વક જણાવ્યું કે તેઓ સપામાં જઈ રહ્યા છે. ત્યાર બાદ કોર્ટે 2014 માં તેમણે આપેલા કથિત દ્વેષપૂર્ણ ભાષણ બદલ તેની સામે ધરપકડ વોરંટ જારી કર્યું.

કેશવ મૌર્ય કે જેમણે 2017માં પોતાને મુખ્યમંત્રી તરીકે આગળ કર્યા હતા.તેમને પક્ષ છોડી ગયેલા  ધારાસભ્યો સાથે વાત કરવા માટે કેમ નિયુક્ત કરવામાં આવ્યા? તેમની પસંદગી એ પણ દર્શાવે છે કે આ મામલે ભાજપ મોડો જાગ્યો હતો કે તેનાં પછાત જાતિના મોટા જનાધારમાં તિરાડ પડી ગઈ છે, અને માત્ર એક ઓબીસી નેતા તેઓને સમજાવી શકે છે. ભાજપના એક આંતરિક સૂત્રએ જણાવ્યું હતું કે તે સ્પષ્ટ છે કે અમારી પાર્ટીના ઓબીસીએ બાંયો ચડાવી છે.તેમને આશા હતી કે ભાજપનાં નેતાઓ યોગી આદિત્યનાથને ફરીથી સીએમ ચહેરા તરીકે રજૂ કરશે નહીં અને મૌર્યને તક આપશે. એવું બન્યું નહીં અને તે ઓબીસીની પીઠ પરનો છેલ્લો ઘા હતો.

આદિત્યનાથ મૂળ ઉત્તરાખંડના એક રાજપૂત છે, જેમણે તેમના આધ્યાત્મિક ગુરુ મહંત અવૈદ્યનાથના આશ્રય હેઠળ ગોરખપુરને તેમનું ઘર બનાવ્યું.મહંત અવૈદ્યનાથ રામજન્મભૂમિ આંદોલનમાં અગ્રેસર હતા અને રામ મંદિર માટે બનાવાયેલા રામજન્મભૂમિ ન્યાસ અથવા ટ્રસ્ટના વડા હતા.સીએમ તરીકેનો કાર્યભાર સંભાળ્યાના પ્રથમ દિવસથી, આદિત્યનાથ સામેની મુખ્ય ફરિયાદ એ હતી કે તેમણે રાજકારણ અને સંસ્થાકીય ક્ષેત્રમાં, ખાસ કરીને વહીવટીતંત્ર અને પોલીસમાં રાજપૂતની ખુલ્લેઆમ તરફેણ કરી હતી.એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બિન-રાજપૂતો, ખાસ કરીને બ્રાહ્મણો તેનો ભોગ બન્યા હતા જ્યારે અન્ય જાતિના લોકોની અવગણના કરાઇ હતી અથવા તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો.
જેના પગલે 2018માં, દબાણ હેઠળ યોગી આદિત્યનાથે વધુ પછાત અને અત્યંત પછાત જાતિઓ માટે અનામતનો પેટા ક્વોટા નક્કી કરવા માટે પછાત જાતિ સામાજિક ન્યાય સમિતિની નિમણૂક કરી હતી.

સમિતિની નિમણૂક એટલા માટે કરાઇ હતી કે યુપીમાં બહુ મોટી સંખ્યામાં મત ધરાવતી નાની અને સીમાંત પછાત જાતિઓને અનામતનાં લાભ મળતા ન હતા કેમકે મોટા ભાગના લાભો યાદવો, કુર્મીઓ અને લોધ-રાજપૂતો દ્વારા છીનવી લેવામાં આવ્યા હતા. આ સમિતિનું નેતૃત્વ હાઇકોર્ટના નિવૃત્ત જજ રાઘવેન્દ્ર કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું.


સમિટીએ 300 પાનાનો રિપોર્ટ સબમિટ કર્યો હતો જેમાં સૂચવવામાં આવ્યું હતું કે ઓબીસી માટે 27 ટકા ક્વોટા વધુ સમાન ધોરણે બનાવવો જોઈએ.જોકે ચોક્કસ ભલામણો જાહેર કરવામાં આવી ન હતી. પરંતુ યોગી આદિત્યનાથની સરકાર આ અહેવાલ મુકી રાખ્યો હતો કારણ કે ભાજપ માટે નાની અને સીમાંત જાતિઓની જેમ કુર્મીઓ અને લોધ-રાજપૂતો ચૂંટણી માટે મહત્વનાં છે અને તેમનો નારાજ કરી શકાય તેમ નથી.

યોગી આદિત્યનાથ કેબિનેટના ભૂતપૂર્વ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે સૌથી પહેલા જે ચેતવણી આપી હતી તેને ભાજપે અવગણી હતી. મૌર્ય અને ચૌહાણની જેમ તેઓ પણ બીએસપીમાંથી ભાજપમાં આવ્યા હતા. 2017ની ચૂંટણી પહેલા અમીત શાહ તેમને લાવ્યા હતા. વારાણસી અને ગોરખપુરથી આગળ પૂર્વ યુપીમાં તેનાં કારણે ભાજપનો પ્રભાવ વધ્યો હતો.રાઘવેન્દ્ર કુમાર રિપોર્ટની ભલામણોને લાગુ નહીં કરવાનાં વિરોધમાં રાજભરે સરકાર છોડી દીધી.તેમણે તેમના પક્ષ, સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીને જીવંત રાખ્યો અને સપા સાથે સમજુતી કરી.

અખિલેશ યાદવે જો સપા સત્તામાં આવે તો અહેવાલનો અમલ કરવાનું વચન આપ્યું હતું, જોકે ભાજપની જેમ, તેમને પણ અનામતની વહેંચણી ઓછી સંપન્ન જાતિઓમાં કરીને યાદવોની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ એક નાનો ભાગ છે અને તેના ઘણા બધા દાવેદારો છે  મોદીના નેતૃત્વમાં 2014થી સફળતાપૂર્વક કરેલા મંડલાઇઝ્ડ રાજકારણની ફોલ્ટ લાઇનનો ભાજપે સામનો કરવો પડશે.

આબીસી સભ્યોનાં બળવા માટે નિર્ણાયક બીજી બાબત એ છે કે આરએસએસ દ્વારા 2017માં મનોજ સિંહા અને મૌર્યની જગ્યાએ આદિત્યનાથને યુપીમાં તેના હિંદુત્વના એજન્ડાને આગળ વધારવા અને ગુજરાત જેવી વધુ એક સામાજિક પ્રયોગશાળામાં રૂપાંતરિત કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારે શું સંઘ રાજ્યની જ્ઞાતિની જટિલતાઓથી અજાણ હતો કે કોઈપણ પક્ષ ક્યારેય તેને એકરુપ કરી શક્યો નથી? યોગી આદિત્યનાથે હિંદુત્વના કાર્યક્રમોને છેક સુધી અમલમાં મૂક્યા પરંતુ તેમણે પોતાના જ્ઞાતિના ઝુકાવથી પણ અખિલ હિંદુ ઓળખને ઉજાગર કરી.ધારાસભ્યો વારંવાર કહેતા હતા કે યુપીમાં તબાહી મચાવનાર રોગચાળા દરમિયાન પણ તેમનો સંપર્ક થઇ શકતો ન હતો.સંઘ, ભાજપ અને આદિત્યનાથને તેમણે જે કર્યું છે તે હવે ડરાવી રહ્યું છે.શું એક શક્તિશાળી પીઠના મહંત, જે સત્તાધિશની જેમ કામ કરવા ટેવાયેલા છે, તે રાજકારણ માટે યોગ્ય છે?

Your email address will not be published.