રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે.કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે નિયુક્તિ થયાના પહેલી વાત તેઓ ગુજરાત આવશે.અશોક ગેહલોત 4 ઓગસ્ટેના ગુજરાત આવશે તેવી માહિતી મળી રહી છે.જોકે આ પહેલા તેઓ 20 જુલાઇના રોજ આવવાના હતા પરંતુ કોઇ કારણને લઇને તેમનો આ પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો.પરંતુ હવે તેઓ 4 તારીખે અમદાવાદ આવવાના છે અને ત્યા તેઓ પ્રદેશ પ્રમુખ, પ્રદેશ પ્રભારી, હોદ્દેદારો સાથે બેઠક કરશે.
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે જેને લઇને રણનીતિ નક્કી કરવા તેઓ ગુજરાત આવી રહ્યા છે
આ બેઠક બાદ ચૂંટણી રણનીતિને આખરી ઓપ આપવામાં આવશે.તેઓ સિનિયર નેતાઓ સાથે ધારાસભ્યો સાથે પણ બેઠક કરવાના છે.
વિધાનસભાની ચૂંટણીને લઇને દરેક પક્ષમાં ધમધમાટ ચાલી રહ્યો છે.આ વચ્ચે હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ગુજરાત આવવાના છે.ઉલ્લેખનીય છે કે 20 જુલાઇના રોજ આવવાના હતા પરંતુ કોઇ કારણો સર તેમણે આ પ્રવાસ રદ કર્યો હતો.