ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે તાજમહેલના બેઝમેન્ટના 22 રૂમના ફોટાઓ જાહેર કર્યા

| Updated: May 16, 2022 1:58 pm

તાજમહેલના (Taj Mahal) બેસમેન્ટમાં આવેલા 22 લોક રૂમના વિવાદ બાદ, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ આ રૂમની અંદર કરવામાં આવેલા સમારકામના ફોટાઓ પ્રકાશિત કરીને પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

આગ્રા ASI ચીફ આર કે પટેલના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2022ના ન્યૂઝલેટરના ભાગ રૂપે આ ફોટાઓ ASI વેબસાઇટ પર પ્રકાશિત કર્યા છે, જેથી કોઈપણ તેમની વેબસાઇટ પર જઈને જોઈ શકે છે. પર્યટન ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર દેશમાં આ રૂમની સામગ્રી અંગેની ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે ફોટાઓ પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

અલ્હાબાદ હાઈકોર્ટે આ ઓરડાઓ ફરીથી ખોલવા માટેની ડો. રજનીશ કુમારની અરજીને ફગાવી દીધાના થોડા દિવસો પછી લેવામાં આવેલા ફોટો દ્વારા પ્લાસ્ટરિંગ અને ચૂનાના તવાઓ સહિત આ તાળાબંધ ચેમ્બરમાં પુનઃસંગ્રહનું નોંધપાત્ર કામ થઈ રહ્યું હોવાનું દર્શાવ્યું છે. ASI સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રૂમોના રિસ્ટોરેશનના કામમાં રૂ. છ લાખનો ખર્ચ થયો છે. 

શનિવારે, સખત ગરમી હોવા છતાં, લગભગ 20,000 પ્રવાસીઓએ તાજમહેલની (Taj Mahal) મુલાકાત લીધી હતી. 13,814 પ્રવાસીઓએ તેમની ટિકિટ ઓનલાઈન ખરીદી હતી, જ્યારે 7154 લોકોએ રૂબરૂ જઈને ટિકિટ ખરીદી હતી.

આ પણ વાંચો: અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા 17 પીઆઈની બદલી કરાઈ

Your email address will not be published.