સોમવારે અમેરિકન શેરબજારમાં જોવા મળેલા તેજીના માહોલના ટેકે મંગળવારે એશિયન શેરબજારમાં પણ ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટાભાગના એશિયન દેશમાં શેરઆંક વધેલા જોવા મળી રહ્યા છે. અત્યારે જાપાનમાં નીક્કાઈ ૦.૮૧ ટકા, દક્ષીણ કોરિયામાં કોસ્પી ૦.૭૦ ટકા અને હોંગ કોંગમાં હેંગસેંગ ૧.૫ ટકા વધેલા છે. કંપનીઓની કમાણી જૂન ક્વાર્ટરમાં સારી રહેશે એવી આશાએ બજાર વધી રહ્યું છે.
ટેસ્લાના શેરમાં વૃદ્ધિ અને બેન્કિંગ અને ફાયનાન્સીયલ સર્વિસ શેરોમાં નફા વધશે એવી ધારણાએ અમેરિકાના ત્રણેય મુખ્ય ઇન્ડેક્સ ઐતિહાસિક ઉંચી સપાટીએ બંધ રહ્યા હતા. ડૉ જોન્સ ૦.૩૬ ટકા વધી ૩૪,૯૯૬, એસએન્ડપી ૫૦૦ ૦.૩૫ ટકા વધી ૪૩૮૪ અને નાસ્દાક ૦.૨૧ ટકા વધી ૧૪૭૩૩ની સપાટીએ બંધ રહ્યા હતા.
દરમિયાન અમેરિકન સત્રમાં ઘટાડા બાદ આજે એશીયાઇ બજાર ખુલતા ક્રુડ ઓઈલના વાયદા પણ વધી રહ્યા છે. અમેરિકામાં ક્રુડના સ્ટોકમાં ધારણા કરતા વધારે ઝડપથી ઘટાડો જોવા મળી શકે એવી ગણતરી વચ્ચે આજે તેમાં વૃદ્ધિ છે. સોમવારે અર્ધો ટકા ઘટ્યા પછી અત્યારે બ્રેન્ટ ક્રુડ ૨૫ સેન્ટ વધી ૭૫.૪૧ ડોલર અને વેસ્ટર્ન ટેક્સાસ વાયદો ૨૩ સેન્ટ વધી ૭૪.૩૩ ડોલર પ્રતિ બેરલની સપાટી ઉપર છે.
ઇન્ડેક્સ | વર્તમાન સપાટી | % ફેરફાર |
નીક્કાઈ | 28,801.50 | 0.81% |
ઓસ્ટ્રેલિયા 200 | 7,371.30 | 0.52% |
શાંઘાઈ | 3,556.65 | 0.25% |
હેંગ સેંગ | 27,868.37 | 1.52% |
તાઈવાન | 17,952.39 | 0.77% |
સિંગાપોર સ્ટ્રેટ ટાઈમ્સ | 1,549.84 | -0.14% |
કોસ્પી | 3,269.31 | 0.70% |