અસિત મોદી: દિશા વાકાણી પરત નહીં ફરે; ટૂંક સમયમાં નવી દયાબેનની એન્ટ્રી

| Updated: June 11, 2022 2:34 pm

સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા વાકાણી પરત ફરશે કે નહીં તેની ચર્ચા ચાલી રહી હતી. જો કે, અટકળો હતી કે દિશા વાકાણી ઉર્ફે દયા બેન ટૂંક સમયમાં જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં પરત ફરશે, ખાસ કરીને નવા પ્રોમોમાં જ્યારે દયા બેનની પુનઃ એન્ટ્રી વિશે સંકેત આપવામાં આવ્યા હતા.

પરંતુ હવે સિરિયલના પ્રોડ્યૂસર અસિત મોદીએ કન્ફર્મ કર્યું છે કે દિશા વાકાણી આ શોમાં પરત ફરશે નહીં.

તાજેતરના એક ઇન્ટરવ્યુમાં નિર્માતા અસિત મોદીએ પુષ્ટિ કરી કે, દયાબેનનું પાત્ર પાછું ફરવા માટે તૈયાર છે પણ તે દિશા વાકાણીનું નથી. દિશાના રિપ્લેસમેન્ટ માટે ઓડિશન ચાલુ છે અને ટૂંક સમયમાં જ નવી એક્ટ્રેસ દયાબેનનું પાત્ર ભજવતી જોવા મળશે. અસિત મોદીએ આગળ ઉમેર્યું કે, ‘લગ્ન બાદ દિશાએ થોડો સમય દિશાએ કામ કર્યું હતું. ત્યારબાદ બાળકના જન્મ સમયે તેણે બ્રેક લીધો હતો અને હવે બાળકના ઉછેર માટે તેણે લાંબો બ્રેક લીધો છે. દિશાએ આ શો ક્યારેય છોડ્યો નહોતો. અમને આશા હતી કે દિશા પરત ફરશે જ. જોકે, પછી કોરોનાવાઇરસ આવી ગયો અને તે સમયે શૂટિંગમાં ઘણાં પ્રોટોકોલ હતા અને દિશાએ કહ્યું હતું કે, તેને આ સમયે શૂટિંગ કરવામાં ડર લાગે છે.

દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો. દિશા છ મહિનાના બ્રેક બાદ શોમાં પરત ફરવાની હતી. જોકે તે આજ દિન સુધી પાછી આવી નથી. આ દરમિયાન અનેકવાર દિશા વાકાણી શોમાં પરત ફરવાની ચર્ચા થઈ હતી.

આ ઑઁ વાંચો: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઃ દિશા વાકાણી બીજી વખત માતા બની, પુત્રની ચીસો ઘરમાં ગુંજી ઉઠી!

Your email address will not be published.