અરજીના આધારે આસામ પોલીસ જીગ્નેશ મેવાણીની પાલનપુરથી અટકાયત કરી આસામ લઇ ગઈ

| Updated: April 21, 2022 10:29 am

ગાંધીનગર: બુધવારે રાત્રે 11.30 વાગ્યે વડગામના ધરાભી જીગ્નેશ મેવાણી પાલનપુર સર્કિટ હાઉસમાં રોકાયેલા હતા તે દરમિયાન ગુજરાત પોલીસની સહાયથી આવી પહોંચેલા આસામ પોલીસકર્મીઑ જીગ્નેશ મેવાણીએ અટકાયત કરીને પોલીસે પાલનપુર શહેર પોલીસ મથકે રાખ્યા હતા અને ત્યારબાદ પોલીસ તેમને અમદાવાદ એરપોર્ટ લઈ ગઈ હતી. એરપોર્ટ પર જીગ્નેશ મેવાણીને સીધા જ ચેક ઇન કરી દીધા હતા જેથી બહાર ઉભેલા સમર્થકો કે ટીમના માણસો મળી શકે નહિ અને હોબાળાને અંતે માત્ર કોઈ વ્યક્તિની અરજી પોલીસ બતાવી હતી જેના આધારે પોલીસ ધરપકડ કરી લઈ જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ત્રણ દિવસ એક ટ્વિટ કર્યું હતું, જેમાં શાંતિ રાખવાની અપીલ કરી હતી જેના સંદર્ભે આસામના કોકરાજહર જિલ્લાના કોઈ અરૂપ ડે નામના વ્યક્તિની 19 મી એપ્રિલની અરજીને આધારે પોલીસ ગુજરાત આવું પહોંચી હતી અને 20 તારીખે ગુજરાત પોલીસનો સાથ લઈને મેવાણીની ધરપકડ અરજીને આધારે કરી હતી.
સમગ્ર મામલામાં આસામ પોલીસ દ્વારા શરૂઆતમાં અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યા ત્યાં સુધી ધરપકડનું કોઇપણ કારણ આપવામાં આવ્યું ન હતું. FIR ની નકલ પણ આપવામાં આવી નહોતી તથા વકીલ જોડે વાત પણ કરવા દેવામાં નહોતી આવી. જ્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે ટીમ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ- RDAM તથા જીગ્નેશ મેવાણીના સમર્થકો અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, ધારાસભ્યો સી.જે. ચાવડા ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય વિમલ શાહ, શહેર પ્રમુખ નીરવ બક્ષી, શાહનવાઝ શેખ દ્વારા વિરોધ કરવામાં આવેલ ત્યારબાદ જ અરજી ની કોપી આપવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રીને ગુજરાતમાં કોમી હુલ્લડ થયેલા વિસ્તારોમાં જઈને શાંતિ જાળવી રાખવાની અપીલ કરતી ટ્વીટના કારણે ફરિયાદ દાખલ થવાના લીધે આ ધરપકડ કરવામાં આવી હોવાનું આસામ પોલીસ દ્વારા અંતે જણાવવામાં આવ્યું હતું.

જીગ્નેશ મેવાણીના પરિવારને પણ પોલીસ દ્વારા કોઈ જાણ કરવામાં આવી નથી કે કોઈ લેખિત દસ્તાવેજ આપવામાં આવ્યો કે કયા ગુનામાં અને કઈ ફરીયાદ કે વોરંટના આધારે જીગ્નેશ મેવાણીની ધરપકડ કરવામાં આવી છે.

જીગ્નેશ મેવાણીના ટીમ અને સમર્થકો ધ્વારા આજે અમદાવાદ સરસપુર ડૉ બી આર આંબેડકર સ્ટેચ્યૂ ખાતે વિરોધ કરવાના છે અને પોલીસની તાનાશાહી સામે સૂત્રોચાર પણ કરશે. આ મુદ્દે બનાસકાંઠા એસ.પીનો 2 વાર સંપર્ક કરવામાં આવ્યો હોવા છતાં તેમની સાથે આ મુદ્દે વાત થઈ શકી ન હતી.

અહેવાલો અનુસાર, આસામ પોલીસ જિજ્ઞેશ મેવાણી સાથે રોડ માર્ગે અમદાવાદ જવા રવાના થઈ છે અને અમદાવાદથી ટ્રેન દ્વારા ગુવાહાટી લઈ જઈ શકે છે. નોંધનીય છે કે, ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસના મોટા દલિત ચહેરા મેવાણીની ધરપકડથી રાજ્યના રાજકારણમાં હલચલ નિશ્ચિત છે.   

Your email address will not be published.