વિધાનસભા ચૂંટણીઃ ભાજપ-કોંગ્રેસ ઊંઘતા ઝડપાયા અને આપે દસ ઉમેદવારો જાહેર કર્યા

| Updated: August 2, 2022 2:16 pm

આમ આદમી પાર્ટી (આપ)એ બધા મોરચે હવે ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress)કરતાં આગળ રહેવાનો પ્રારંભ કરી દીધો છે. ભાજપ અને કોંગ્રેસ હજી પણ વિધાનસભા ચૂંટણીના (Election) ઉમેદવારો જાહેર કરવા વિચાર કરી રહ્યા છે ત્યારે આપે (#AAP) આજે વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારો (Candidate)ની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આમ આપે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસને રીતસરના ઊંઘતા ઝડપ્યા છે. ચૂંટણીના આટલા લાંબા સમય પહેલી વખત કોઈ રાજકીય પક્ષે ઉમેદવારો જાહેર કર્યા છે. આમ પહેલો ઘા રાણાનો તે ઉક્તિ આપે સાર્થક કરી છે.

આપે આટલા વહેલા ઉમેદવારો જાહેર કરવા પાછળનું કારણ આપતા જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણી લડનાર ઉમેદવાર વધુને વધુ જનસંપર્ક કરી શકે અને તેના માટે તેને સમય મળે તે માટે આ જાહેરાત કરવામાં આવી છે.

આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા (Gopal Italia)અને રાષ્ટ્રીય જોઇન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી (Isudan Gadhvi) પત્રકાર પરિષદ યોજીને સૌથી પહેલા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટી (આપ)ના નાયબ વડા તથા ગુજરાતના નાયબ પ્રદેશ પ્રમુખ સાગર રબારી બેચરાજી બેઠક પરથી ટિકિટ મળી છે. તો અર્જુન રાઠવા છોટાઉદેપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે.

આ પણ વાંચોઃ કેજરીવાલની વેરાવળમાં બીજી ગેરંટીની જાહેરાત, 10 લાખ સરકારી નોકરી આપવામાં આવશે

વશરામ સાગઠિયા રાજકોટ ગ્રામ્યમાંથી ચૂંટણી લડવાના છે. રામ ધડૂક કામરેજ બેઠક પરથી આપના ઉમેદવાર છે. રાજેન્દ્રભાઈ સોલંકી બારડોલી બેઠક પરથી આપના ઉમેદવાર છે. ભેમાભાઈ ચૌધરી દિયોદરથી ચૂંટણી લડશે. રાજકોટ દક્ષિણમાંથી શિવલાલ બારસિયા, ગારિયાધારમાંથી સુધીર વાઘાણી, નરોડાથી ઓમપ્રકાશ તિવારી, જગમલભાઈવાળાને સોમનાથ પરથી ટિકિટ આપવામાં આવી.

આપ દ્વારા વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની પાંચ મહિના પહેલાની જાહેરાતે બધાને ભાજપ અને કોંગ્રેસ બંનેને અચંબામાં મૂકી દીધા છે. હજી બંને રાજકીય પક્ષો મીટિંગ ભરી રહ્યા છે ત્યારે આપે તો રીતસર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. હવે જો આપ ઉમેદવારો જાહેર કરી દેશો તો ભાજપ અને કોંગ્રેસ બંને માટે રીતસર પછી વહેલા ઉમેદવારો જાહેર કરવા અંગે હોડ જામશે. આમ આપે પહેલી વખત ગુજરાતમાં કમસેકમ બંને રાજકીય પક્ષ કરતાં આગળ વિચારવા માંડ્યું છે.

આપે વચન આપ્યું છે કે ગુજરાતમાં આપની સરકાર બની તો દરેક બેરોજગારને રોજગાર આપીશું. યુવાનોને રોજગાર નહી મળે ત્યાં સુધી દરેક બેરોજગાર યુવાનને પ્રતિ માસ 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપીશું. સરકારી નોકરીમાં દસ લાખની ભરતી કરીશું. ગુજરાતમાં પેપરલીક સામે કડક આયોજન કરીશું અને કડક કાયદાઓ લાવીશું. સમયસર સરકારી પરીક્ષાઓનું આયોજન કરીશું.

સહકારી ક્ષેત્રમાં અત્યારે ભ્રષ્ટાચાર ભલામણ કરવાથી લાંચ આપીને નોકરી મળે છે, પરંતુ અમે લાગવગ અને ભ્રષ્ટાચાર પર પ્રતિબંધ લાગે એવા કાયદાઓ લાવીશું અને સહકારી ક્ષેત્રની નોકરીઓાં સૌને સમાન તક મળે તેવી વ્યવસ્થા ઊભી કરીશું. હવે ફક્ત વિધાનસભા ચૂંટણીમાં પાંચ મહિના બાકી છે. મારી વિનંતી છે કે મારા ગુજરાતના ભાઈ-બહેનો હવે રોજગાર માટે કોઈ આપઘાત ન કરતા, ખૂબ જ દુઃખ થાય છે.

Your email address will not be published.