વિધાનસભા ચૂંટણીઃ ઐતિહાસિક વિજય માટે ભાજપની નજર હવે મુસ્લિમ પ્રભુત્વવાળા મતવિસ્તારો પર

| Updated: August 4, 2022 11:07 am

ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીમાં (#Gujarat assembly election) (ઐતિહાસિક જીત મેળવવા માટે શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) (#BJP) રાજ્યના 74 મુસ્લિમ પ્રભાવિત (#Muslim Dominated) પ્રદેશોમાં વિજય મેળવવા માટે એક ભવ્ય સંગઠનાત્મક વ્યૂહરચના સાથે આવી છે. જૂનની શરૂઆતમાં ગુજરાત ભાજપ પ્રમુખ સાઆર પાટીલની આગેવાની હેઠળની સભ્યતા ઝુંબેશ દરમિયાન પક્ષે તેના મુસ્લિમ સભ્ય જૂથોને 34 મતવિસ્તારો માટે જવાબદારીઓ સોંપી હતી, જેણે 2012માં ભાજપને સખત આંચકો આપ્યો હતો.

ગુજરાતમાં મુસ્લિમ વસ્તીનું પ્રમાણ 0.52 ટકા

2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં મુખ્યત્વે હિંદુઓનું (#Hindu) વર્ચસ્વ છે, જે તેની કુલ વસ્તીના 88.57 ટકા ધરાવે છે. જ્યારે મુસ્લિમો કુલ વસવાટના 58.47 લાખ (0.52 ટકા)ને આવરી લે છે. નોંધનીય છે કે ગુજરાતની વર્તમાન વસ્તી અંદાજે 6.27 કરોડથી વધારે છે. તેથી વિધાનસભાના 182 સભ્યો રાજ્યના મતવિસ્તારોમાંથી સીધા જ ચૂંટાયા છે. તેમાથી મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા અંદાજે 18 જેટલી થવી જોઈએ. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ આંકડો ક્યારેય સાતથી આગળ વધી શક્યો નથી. હાલમાં જમાલપુર ખાડિયાથી ઇમરાન ખેડાવાલા, દરિયાપુરથી ગ્યાસુદ્દીન શેખ અને વાંકાનેરથી જાવેદ પીરઝાદા ગુજરાત વિધાનસભામાં મુખ્ય મુસ્લિમ કોંગ્રેસના ધારાસભ્યો છે જે રાજ્યમાં સતત ત્રણ વખત ચૂંટાયેલા છે.

ડો. મોહસીન લોખંડવાલા

20 હજારથી વધુ વસ્તીવાળા મુસ્લિમ વિસ્તારોમાં મતદાનની ટકાવારી ઓછી

આ 74 મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોની સરેરાશ વસ્તી 20,000થી વધુ છે. મતદાનની ટકાવારી અપેક્ષિત કરતાં ઘણી ઓછી છે અને છેલ્લી ચૂંટણી દરમિયાન કોઈ મોટી અસર કરી શકી નથી. વર્ષ 2017માં લગભગ 20 હજારથી 25 હજાર લોકોની વસ્તી ધરાવતા ગુજરાતની 28માંથી 17 બેઠકો પર ભાજપે જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસે દસ બેઠકો પર જીત મેળવી હતી. ભાજપ સમર્થિત સ્વતંત્ર પક્ષના નેતા, રતનસિંહ રાઠોડને મહીસાગર વિસ્તારમાં લુણાવાડાની બેઠક પરથી 3,200 મતોથી જીત્યા હતા.

ભગવા પક્ષે આઠ વિધાનસભા ક્ષેત્રોમાંથી ચારમાં જીત મેળવી હતી, જેમા મુખ્યત્વે મુસ્લિમોનું વર્ચસ્વ હતુ. બીજી તરફ કોંગ્રેસે અન્ય બેઠકોમાં ત્રણ પર તેની જીત જાળવી રાખી છે. જ્યારે બનાસકાંઠાના વડગામમાં કોંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવાર જીજ્ઞેશ મેવાણીએ જીત મેળવી છે.

ભાજપ-કોંગ્રેસ વચ્ચે મુસ્લિમ મતો અંકે કરવા હોડ

બંને રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ (#Congress) 30 હજારથી 35 હજારની વસ્તીને આવરી લેતા 16 મતવિસ્તારો પર સમાન રીતે લડ્યા હતા. આ 35000થી 45000ની વસ્તીને આવરી લેતા 16 મતવિસ્તારોના બીજા રાઉન્ડ દરમિયાન કોંગ્રેસ પાર્ટીની એક બેઠક પર સરસાઈ હતી. .ગુજરાતમાં છ મતવિસ્તારોમાં અડધી વસ્તીમાં મુખ્યત્વે મુસ્લિમ મતોનું વર્ચસ્વ છે. ભાજપે તેમાથી ત્રણ બેઠક જમાલપુર-ખાડિયા, દરિયાપુર અને જંબુસર જીતવામાં સફળ રહી હતી. જ્યારે ગુજરાતના લિંબાયત, વાગારા અને ભરૂચ મતવિસ્તારોમાં તે મોટા માર્જિનથી જીતી હતી.

આ પણ વાંચોઃ આગામી સ્વાતંત્ર્ય દિવસ-15મી ઓગસ્ટ સુધીમાં રાજ્યભરમાં 663 અમૃત સરોવરનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે: જીતુ વાઘાણી

કેન્દ્રની વિવિધ યોજનાઓના મુસ્લિમોને થયેલા લાભો અંગે જણાવાશે

વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતી વખતે ભાજપના ગુજરાત રાજ્યની લઘુમતી પાંખના પ્રમુખ ડો. મોહસીન લોખંડવાલાએ જણાવ્યું હતું કે અમે આવા 45 મતવિસ્તારોને વ્યાખ્યાયિત કર્યા છે, જે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં મોટી અસર કરી શક્યા ન હતા અથવા વિરોધ પક્ષ જીતી શક્યા ન હતા. અમે અમારા સભ્યપદ અભિયાન અમારા પક્ષના મુસ્લિમ કાર્યકરોને સાંકળી લીધા છે. અમે અમારું લક્ષ્ય નક્કી કર્યુ હતુ અને તે વિસ્તારોને પ્રથમ આવરી લીધા હતા. આ ઝુંબેશ દરમિયાન અમારા પક્ષના કાર્યકરોએ વર્તમાન કેન્દ્ર સરકાર પ્રાયોજિત કલ્યાણ યોજનાઓ અને આખા મહિના માટે ઐતિહાસિક નિર્ણયો વિશે વાત કરી હતી. ઉદાહરણ તરીકે જોઈએ તો આયુષ્યમાન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમ ઉજ્જવલા યોજના તથા આવી બીજી ઘણી યોજનાઓ છે કે જેનો લાભ મુસ્લિમો અને મોટા પ્રમાણમાં અન્ય લઘુમતી સમાજોએ લીધો છે. અમે એ હકીકત પણ ભાર મૂક્યો છે કે કેવી રીતે પીએમ મોદી અને ભાજપ સરકાર સતત દેશના રાષ્ટ્રીય હિતમાં કામ કરવા માટે પૂરતા પ્રયત્નો કરી રહી છે, જ્યારે અન્ય પક્ષો તેમની નબળાઈઓનો લાભ લઈ રહ્યા છે. ચૂંટણીના પરિણામો પરથી સાબિત થાય છે કે મુસ્લિમોએ ભાજપની તરફેણમાં મત આપવાનું શરૂ કર્યુ છે.

જિલ્લા-પરિષદ અને બ્લોક પંચાયતની ચૂંટણીમાં મુસ્લિમ પ્રતિનિધિઓ જીત્યા

વધુમાં ડો. મોહસીન લોખંડવાલાએ જણાવ્યું હતું કે જિલ્લા પરિષદ અને બ્લોક પંચાયત માટે યોજાયેલી ચૂંટણીમાં 200થી વધુ મુસ્લિમ પ્રતિનિધિઓ જીત્યા છે. તેઓને બ્લોકથી લઈને જિલ્લા સ્તર સુધીના વિવિધ પદો પર નિયુક્ત કરવામાં આવ્યા છે. જામનગર શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વિસ્તારમાં મુસ્લિમ પ્રતિનિધિ લાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે જીતી શક્યો નહી. આ ચૂંટણીમાં અમે મુસ્લિમ બહુમતી ધરાવતા દરેક મતવિસ્તારમાં 25 ટકા મત હાંસલ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તેમણે હસતા હસતા જણાવ્યું હતું કે ભાજપ કોઈપણ ચૂંટણીમાં નેતૃત્વ કરવા અને જીતવા સક્ષમ અને મજબૂત છે. આ ઉપરાંત ચૂંટણીપંચ દ્વારા નિર્દેશિત નિયમો અને નિયમોનું પણ ધ્યાન રાખવાનું રહેશે. મુસ્લિમ સમાજના દરેક ક્ષેત્રના લોકો શિક્ષિત અથવા નાના સ્થઆનિક વ્યવસાયો ચલાવતા લોકો પણ હવે ભાજપ તરફ કૂણુ વલણ અપનાવતા થઈ ગયા છે.

ફક્ત મુસ્લિમ હોવાથી નહીં જીતવાની ક્ષમતાના આધારે ટિકિટ મળેઃ લોખંડવાલા

પણ તેમને જ્યારે પૂછાયુ કે ભાજપ શા માટે વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપતું નથી તેના જવાબમાં ડો. લોખંડવાલાએ જણાવ્યું હતું કે ભગવો પક્ષ જાતિ અને ધર્મો વચ્ચે કોઈ સીંમાકન કરતુ નથી અને બધાને એક માને છે. ભાજપ રાષ્ટ્રવાદી પક્ષ છે અને તે દેશના હિતમાં કામ કરે છે. હવે જો પક્ષને લાગશે કે ઉમેદવાર લાયકાતવાળો છે અને ચૂંટણી જીતવાની સંભાવના ધરાવે છે તો પક્ષ ચોક્કસપણે તેના મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેશે. રાજ્યનો મુસ્લિમ સમાજ રાજ્યમાં થયેલી જબરજસ્ત પ્રગતિનો સાક્ષી છે. રાજ્યનું નામ આમ પણ ઘણુ બદનામ થઈ ચૂક્યું છે, હવે વધુ નહી. ગુજરાતમાં મુસ્લિમ સમાજ ઓલ ઇન્ડિયા મજલિસ-ઇ-ઇત્તેહાદઉલ-મુસ્લીમીન (AIMIM) ને તેના હરીફ તરીકે જુએ છે.

Your email address will not be published.