પોલીસ કર્મીઓને ફિલ્મી એક્ટિંગ પોલીસ સ્ટેશનમાં જ કર્યું, ડીસીપીએ ગંભીર નોધ લઇ સસ્પેન્ડ કર્યા
અમદાવાદ,
અમદાવાદમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સોશિયલ મીડિયા પર ફેમશ થવાનો અજીબ રોગ લાગ્યો છે. કાલુપુરના પોલીસકર્મીઓ અને પ્રાઇવેટ માણસ એમ કુલ ચાર વ્યક્તિએ ભેગા મળી શુટ આઉટ વડાલા ફિલ્મના ડાયલોગ વાળી રીલ કરી હતી. આ રીલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ હતી. દરમિયાનમાં આ રીલ અંગે ડીસીપીને જાણ થતાં તેમણે આ પોલીસકર્મીઓ સામે પગલા લીધી હતા. વીડિયો રીલમાં દેખાતા 3 પોલીસકર્મીઓને ડીસીપીએ સસ્પેન્ડ કર્યા હતા. આ અંગે ઉચ્ચ અધિકારીને તપાસ પણ સોંપી હતી.
શહેરમાં અધિકારીઓ અને પોલીસકર્મીઓને સોશિયલ મીડિયા પર વાઇરલ થવાનો રોગ લાગ્યો છે. પોલીસકર્મીઓ સોશિયલ મીડિયા વગર રહી ન શકતા હોવાની ચર્ચા ચાલી રહી છે. અમુક પોલીસના ઉચ્ચ અધિકારીઓ તો વીડિયો ઉતરાવી પોતાની પ્રસિધ્ધી કરી રહ્યા છે. તેવામાં કાલુપુર પોલીસ સ્ટેસનમાં ફરજ બજાવતા 3 પોલીસકર્મીઓએ મિત્ર સાથે મળી પોલીસ સ્ટેશનની અંદર જ વીડિયો રીલ બનાવી વાઇરલ કરી હતી. જેમાં ફિલ્મ શુટ આઉટ વડાલા ફિલ્મના ડાયલોગ હતા. આ ફિલ્મમાં બે પોલીસકર્મીઓ પોલીસ અને એક પ્રાઇવેટ વ્યક્તિ સહિત પોલીસ કર્મી ગુનેગાર બન્યા હતા. આ વિડીયો મોટી સંખ્યામાં વાઇરલ થયો હતો. જેથી આ અંગે ડીસીપી ઝોન -3 એ પ્રાથમીક તપાસના અંતે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા. ડીસીપીએ અનાર્મ હેડ કોન્સ્ટેબલ સિરાજભાઈ, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ એડવિન એલેકઝાંડર અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ કેશવભાઈને સસ્પેન્ડ કર્યા હતા. જોકે સોશિયલ મીડિયા પર આવા અનેક પોલીસકર્મીઓના વિડીયો હોવાનું નકારી શકાય તેમ નથી.
નાના પોલીસકર્મીઓ સસ્પેન્ડ મોટા અધિકારીઓ સામે કંઇ નહી
સોશિયલ મીડિયા પર ફિલ્મની રીલ બનાવી વાઇરલ થતાં ડીસીપી ઝોન 3 એ ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા પરંતુ મોટા અધિકારીઓ આવા અનેક વિડીયો બનાવે છે અને તે પોતાના પરિવાર તથા પોલીસની ફરજ દરમિયાન પણ બનાવે છે તેમ છતાં તેમના વિરુધ્ધ ગૃહ વિભાગ પણ કાર્યવાહી કરતા ખસકાય છે પરંતુ નાના પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થતાં ચર્ચાનો વિષય બન્યો હતો.