કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબે 73માં ગણતંત્ર દિવસે ધ્વજવંદન કરી વીર શહિદોને યાદ કર્યા

| Updated: January 26, 2022 4:16 pm

આજે દેશભરમાં 73માં ગણતંત્ર દિવસને લોકો એક સાથે આનંદ અને ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે. જેમાં આજે કોવિડ નિયમોના પાલન સાથે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે પ્રદેશ કાર્યાલાય કમલમ ખાતે ધ્વજનવંદન કરવામાં આવ્યું હતુ. જેમાં પક્ષના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ હાજરી આપી ધ્વજવંદન કર્યું હતુ. આજે આ દિવસે 1950 ના વર્ષમાં આપણા દેશનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. ભારતના કેટલાય વિરપુત્રો અને સ્વતંત્રસેનાનીઓએ ઘણો સંઘર્ષ કરી દેશને આઝાદી અપાવી છે. 73માં ગણતંત્ર દિવસે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે ધ્વજવંદન કરી સંબોધન કરતા જણાવ્યું હતુ કે. આજનો આ પ્રજાસત્તાક દિન ખૂબ ઉત્સાહથી ઉજવાઈ રહ્યો છે. દેશને આઝાદી અપાવવા જે વિરપુત્રો શહિદ થયા છે જેમને પોતાની યુવાની જેલમાં વિતાવી છે,

જેમને અંગ્રેજોનો જુલમ સહન કર્યો છે તેવા વિરોને આજે આપણે યાદ કરવા જોઈએ સાથે તેમના પરિવારને પણ યાદ કરવો જોઈએ કારણે કે તેમના યોગદાનને કારણે આપણા દેશને આઝાદી મળી શકી. આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે આપણો દેશ ઉભરી આવ્યો છે સૌથી મજબૂત લોકશાહી દેશ તરીકે આપણે પ્રગતી કરી રહ્યા છીએ .આજના દિવસે આપણા દેશનું બંધારણ બાબા સાહેબ આંબેડકરે જે રીતે ઘડયું છે કે કોઈની ઈચ્છા હોય તો પણ તેમા કોઈ ફેરફાર થઈ શકે નહી. તે બદલ ડો.બાબા સાહેબ આબંડકરજીનો પણ આભાર વ્યકત કર્યો. સી.આર પાટીલે આજના દિવસે ખાસ સંકલ્પ લેવાનો આગ્રહ રાખ્યો કે, આપણા દેશને જે સ્વતંત્રતા મળી છે તેને ટકાવી રાખવા આપણે શહિદ થવુ પડે તો પણ આપણે તૈયાર રહેવું ,જે પણ જવાબદારી આવે તે નિષ્ઠાપુર્વક નિભાવીશું.

Your email address will not be published.