લોક સાહિત્યકાર યોગેશ બોક્ષા સામે એટ્રોસીટીની ફરિયાદ, ભુજ જાહેર મંચ પરથી કરી હતી ટિપ્પણી

| Updated: May 15, 2022 5:24 pm

લોક સાહિત્યકાર યોગેશ બોક્ષા વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ હેઠળ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિશાલ ગરવા નામના સામાજિક કાર્યકર્તાએ ફરિયાદ નોંધાવી છે.

વિશાલ ગરવાએ ફરિયાદમાં દાખલ કરાવ્યુ છે કે, યોગેશ બોક્ષાએ ભુજમાં શનિવારે યોજયેલા કન્યા સમરસ છાત્રાલયના લોકાપર્ણના કાર્યક્રમમાં અનુસુચિત જાતિ સમાજને ટાંકીને અપમાનજક – ગેર બંધારણીય શબ્દોની ટિપ્પણી કરી હતી. કાર્યક્રમ જાહેર હતો અને આ ટિપ્પણી જાહેર મંચ ઉપરથી કરવામાં આવી હતી જેના મુદ્દે સામાજિક કાર્યકરો દ્વારા આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ વીડિયો વાયરલ થતા અનુસુચિત જાતિ સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. ભુજના નિવાસી વિશાલ ગરવાએ ફરિયાદમાં લખાવ્યું છે કે તેઓ આ કાર્યક્રમમાં હજાર હતા અને યોગેશ બોક્ષા દ્વારા અનુસુચિત જાતિ સમાજને ટાંકીને અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા ત્યારે તેઓએ સ્ટેજ આગળ જઈને આ મુદ્દે વિરોધ કર્યો હતો.

ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ઇંડિયન પિનલ કોડની કલમ 153 અને એટ્રોસીટી એક્ટની કલમ હેઠળ ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે.

યોગેશ બોક્ષાએ ટિપ્પણી કરી હતી કે આ તો ભારતીય જનતા પાર્ટી અને કેસરિયાના પ્રતાપે અહિયાં છું, બાકી તમે સોનાની સડકો કરો ને તોય આ ચારણ ન આવે અને આને ચાલુ કરો ને આને ચાલુ કરો એમ તમે ક્યો છો એમ અમે થોડી કઈ વડવાંદરા છીએ, અમે કઈ (અપમાનજનક શબ્દ) બજાણીયા છીએ, અમે ચારણ બારોટ છીએ, અમને ફાવે તેમ કરીએ.

આ શબ્દો ઉપયોગ બાદ કાર્યક્રમ અને ત્યારરબાદ વિડીયો વાયરલ થતાં અનુસુચિત જાતિ સમાજમાં આક્રોશ ફેલાયો હતો અને રાત્રે 11.30 વાગે ભુજમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાનો અને ફરિયાદી વિશાલ ગોરવા દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી.

Your email address will not be published.