એટીએસની ટીમે સૌરાષ્ટ્રમાંથી 9 આરોપીઓ સહિત, 18 હથિયાર જપ્ત કર્યા

|gujarat | Updated: May 13, 2022 9:20 pm

અગાઉ 26 આરોપીઓને ઝડપીને 60 હથિયારો જપ્ત કર્યા હતા

હથિયાર કેસમાં કુલ 39 આરોપીઓ પકડાયા છે જેમની પાસેથી કુલ 78 હથિયાર મળી આવ્યા

અમદાવાદ,

ગુજરાત એટીએસની ટીમે અમદાવાદથી બે આરોપીઓ પાસેથી 4 હથિયાર જપ્ત કર્યા હતા બાદમાં આરોપીઓની પુછપરછ કરીને હથિયારોની આપલે સૌરાષ્ટ્રના અલગ અલગ ગામોમાં અને શહેરોમાં થતી હોવાની બાતમીના આધારે એટીએસની ટીમે અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને 26 આરોપીઓને ઝડપીને 60 હથિયાર જપ્ત કર્યા હતા. આરોપીની પુછપરછમાં વધુ નામ સામે આવતા એટીએસની ટીમે બીજા 9 આરોપીઓને ઝડપીને તેમની પાસેથી 18 હથિયારો જપ્ત કર્યા છે. હથિયાર પ્રકરણમાં અત્યાર સુધીમાં કુલ 39 આરોપીઓ પકડાયા છે જેમની પાસેથી કુલ 78 હથિયાર મળી આવ્યા હતા.

ગુજરાત એટીએસની ટીમે ગત 3 તારીખે હથિયારના વેપલાનો પર્દાફાશ કર્યો હતો અને 26 લોકોને અલગ અલગ જગ્યાએથી પકડીને 60 ગેરકાયદેસર હથિયારો તથા 18 કારતુસો જપ્ત કર્યા હતા. જો કે આરોપીની પુછપરછમાં અલગ અલગ જગ્યાએ હથિયારો આપ્યા હોવાનુ સામે આવ્યુ હતુ અને લોકોમાં રોફ જમાવવા માટે જ માત્ર હથિયારોનો વેપલો કરતા હોવાનુ જણાવ્યુ હતુ. જો કે એટીએસની ટીમે આરોપીઓની સઘન પુછપરછ કરી ત્યારે પકડાયેલા આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ તથા અન્ય આરોપીઓએ બીજા 9 વ્યક્તિઓ પાસે પણ આ હથિયાર હોવાનુ જણાવ્યુ હતુ જેના આધારે એટીએસની ટીમે રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદમાંથી કુલ 9 આરોપીઓને પકડીને બીજા 18 ગેરકાયેદસર હથિયારો જપ્ત કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એટીએસની ટીમે અમદાવાદમાંથી બે આરોપીને પકડીને 4 પિસ્ટોલ જપ્ત કરી હતી બાદમાં કડી મળી હતી અને બીજા 28 વ્યક્તિઓને પકડીને 60 હથિયાર જપ્ત કર્યા હતા અને બાદમાં આરોપીની પુછપરછ કરતા વધુ 9 આરોપીને પકડીને 18 હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. આમ એટીએસની ટીમે અત્યાર સુધીમાં 39 આરોપીઓને પકડીને 78 હથિયાર તથા 18 કારતુસ જપ્ત કર્યા છે. આવનારા દિવસોમાં આરોપીની પુછપરછ કરતા વધુ નામો સામે આવતા આમા વધારો થાય તેવી પુરે પુરી સંભાવના સેરવાઈ રહી છે.

બોક્ષઃ આરોપીના નામ અને સરનામા….
1) સિધ્ધરાજ ચાવડા (રાજકોટ)
2) મહેન્દ્ર ખાચર (સુરેન્દ્રનગર)
3) કિશોર ધાંધલ (બોટાદ)
4) મહાવીર ધાંધલ (બોટાદ)
5) જયરાજ ખાચર (બોટાદ)
6) મહેન્દ્ર ઉર્ફે લાલો ખાચર (રાજકોટ)
7) રાજુભાઈ જળું (સુરેન્દ્રનગર)
8) રાજવીર ઝીલુભાઈ (સુરેન્દ્રનગર)
9) વિપુલ ગાડલીયા (સુરેન્દ્રનગર)

મધ્યપ્રદેશના કુક્ષી જીલ્લાના બાગ ગામમાં થી 100 જેટલા હથિયારો લાવી વેચાણ કર્યા હોવાનું ખુલ્યું.

એટીએસની ટીમે પહેલા પકડેલા આરોપીની પુછપરછમાં સામે આવ્યુ હતુ કે, મધ્યપ્રદેશના કુક્ષી જીલ્લાના બાગ ગામમાંથી 100 જેટલા હથિયારો લાવી વેચાણ કર્યા હતા. જેના પગલે કડીથી કડી મીલાવીને એટીએસેની ટીમે કુલ 37 આરોપીઓને પકડીને 78 હથિયાર તથા 18 કારતુસ જપ્ત કર્યા છે, ત્યારે હવે આરોપીની પુછપરછ દરમિયાન વધુ આરોપીઓ અને હથિયાર મળી આવે તેવી શક્યાતો રહેલી છે.

અગાઉ હથિયારો પકડ્યા અનેકના લાયસન્સ રદ ન કર્યા.

એટીએસ આમ તો કડક એજન્સી તરીકે છાપ ધરાવે છે પરંતુ અગાઉ અમદાવાદ જિલ્લામાંથી અનેક લોકો પાસેથી મોઘા દાટ અને બહારના ઇમ્પોર્ટેડ વાહનો પકડી પાડ્યા હતા. તેમા સંડોવાયેલા અને પકડાયેલા આરોપીઓ હજુ પણ હથિયાર લાઇસન્સ ધરાવે છે અને તેઓ બિન્ધાસ્ત હથિયાર સાથે ફરતા હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં પણ એટીએસ અને સ્થાનિક પોલીસ બંનેએ એક બીજા પર હથિયાર પરવાનો રદ કરવા માટે રિપોર્ટ કરશે તેમ કહીને ખો કોના ઇશારે આપી રહ્યા છે તે ચર્ચાનો વિષય બન્યો છે. આટલી કડક એજન્સી કોના ઇશારે કે ક્યા દબાણ નીચે દબાઇ ગઇ તે પણ ચર્ચાઇ રહ્યું છે.

Your email address will not be published.