ગુજરાત યુનિવર્સિટી પાસે ગાર્ડનમાં બેસી વાંચન કરતા વિદ્યાર્થી પર હુમલો

| Updated: April 22, 2022 9:16 pm

ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ પાસેના ગાર્ડનમાં બેસીને વાંચન કરી રહેલા એમબીએના વિદ્યાર્થી પર એક શખ્સે મારામારી કરી હતી. આ ઘટનાની જાણ પોલીસને કરતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોધી આરોપીની ધરપકડ કરી હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, કે.એસ.સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાં એમબીએના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા હરદેવ પવારે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં મેમનગર ખાતે રહેતા ભરત ભુલાભાઈ દેસાઈ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, હરદેવ ગુરુવારે સવારે બોયઝ હોસ્ટેલની બાજુમાં આવેલા ગાર્ડનમાં અન્ય બે વિધાર્થીનીઓ સાથે બેસી વાંચન કરતો હતો. તે દરમિયાન સવારે 9.30 વાગ્યે ત્યાં આવેલા અજાણ્યા વ્યક્તિએ હરદેવ અને તેના બે મિત્રો સાથે ઝઘડો કર્યો હતો. હરદેવને આ શખ્સોએ માર માર્યો હતો.

આ અંગે અન્ય વિદ્યાર્થીઓ પણ ભેગા થઇ ગયા હતા. આ ઘટના અંગે ગુજરાત યુનિર્સિટી પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે આવી મેમનગરના ભરત દેસાઇની અટકાયત કરી હતી. તેણે હરદેવને કેમ માર્યો તે જાણી શકાયું નથી. આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.