વલસાડમાં અસામાજિક તત્વોનો આતંક: રેલવે ટ્રેક પર સિમેન્ટનો પોલ મૂકી ટ્રેનને નુકસાન પહોંચાડવાનો કર્યો પ્રયાસ

| Updated: January 15, 2022 9:22 am

વલસાડમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. વલસાડના અતુલ રેલવે સ્ટેશન પાસે એક ઇસમે સિમેન્ટનો પોલ રેલવે-ટ્રેક ઉપર મૂકી દીધો હતો જેથી ટ્રેન પાટા પરથી ઉતરી જાય અને દુર્ઘટના સર્જાઈ. 

જોકે સાંજે ટ્રેન જ્યારે પસાર થઇ ત્યારે તેણે સિમેન્ટના પોલને છૂંદી કાઢ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ રેલવે અધિકારી, સુરત રેન્જ DG સહિત વલસાડ પોલીસ અને રેલવેની GRP અને RPF સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. 

આ ઘટનાને પગલે રાજધાની બાદની તમામ ટ્રેનો 5 મિનિટ લેટ કરવામાં આવી હતી. તેમજ આ ઘટનામાં ટ્રેન સહિત તમામ યાત્રીઓ હેમખેમ છે. ટ્રેન કે યાત્રીઓને કોઈ નુકસાન થયું ન હતું. 

રાજધાની એક્સપ્રેસ ટ્રેનના પાયલોટ મહમદ સિદ્દીકીએ અતુલ રેલવે સ્ટેશન ઉપર સ્ટેશન માસ્તરને આ ઘટના અંગે જાણ કરી હતી. જેની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ઘટનાની ઝીણવટ ભરી રીતે તપાસ હાથ ધરી હતી. 

રાજધાની જેવી એક્સપ્રેસ ટ્રેનના સમયે કયા કારણોથી રેલવે ટ્રેક ઉપર પોલ મૂકવામાં આવ્યો હતો તે અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસે ઘટનાની પ્રાથમિક તપાસ હાથ ધરી બાતમીદારોને સતર્ક કરી અને ટેક્નિકલ સર્વેલન્સની ટીમની મદદ મેળવી ઘટનાસ્થળે મળેલા પુરાવાઓ એકત્રિત કરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Your email address will not be published.