Mehsana: પરિણીતાને ફિનાઇલ પીવડાવી હત્યાની કોશીષ; પહેલા 25 દિવસ દારૂ પીવડાવાયો

| Updated: August 2, 2022 12:58 pm

મહેસાણા (Mehsana) તાલુકાના ગામમાં રહેતી પરિણીતા અને બે સંતાનોની માતાને મોટીદાઉના એક શખ્સે પતિ અને બાળકોને મારી નાખવાની ધમકી આપી પરિણીતાને અમદાવાદ, શીરડી, અને ખેડાના મલાતજ લઈ જઈ તેણે 25 દિવસ સુધી દારૂ પીવડાવીને અર્ધભાન અવસ્થામાં રાખી હતી. ત્યારબાદ પરત લાવ્યા બાદ પીલુદરા જતાં રસ્તે રેલવે ફાટક નજીકના તળાવ પાસે હત્યા કરવાના ઇરાદે ફીનાઈલ પીવડાવી તળાવમાં ધક્કો માર્યો હોવાની ઘટના સામે આવી છે. પશુપાલકોએ પરિણીતાને બહાર કાઢ્યા બાદ તેણીને સારવાર માટે મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

મહેસાણા (Mehsana) તાલુકાના ગામમાં રહેતા પરિવારની 31 વર્ષિય પુત્રવધુના મોબાઈલ ઉપર મોટીદાઉના પ્રજ્ઞોશ ગોવિંદભાઈ પટેલે ફોન કરીને ધમકી આપીને કહ્યું હતું કે,તું મારી સાથે નહીં આવે તો તારા બે બાળકો અને પતિને જાનથી મારી નાંખીશ. જેથી પરિણીતા ઘરમાં કોઈને કહ્યા વિના 1 જુલાઇ 2022ના રોજ સવારે રીક્ષામાં બેસીને મહેસાણા આવી હતી.જયાંથી ગાડીમાં બેસીને બન્ને ખેડાના મલાતજ ગયા હતા અને ત્યાંથી બીજા દિવસે સુરત જઈને બસમાં શેરડી ગયા હતા. પરિણીતાને ત્રણથી ચાર દિવસ હોટલમાં દારૂ પીવડાવી અર્ધભાન અવસ્થામાં રાખી હતી.

શેરડીથી અમદાવાદ લાવી એક અજાણ્યા સ્થળે રૂમમાં ત્રણ દિવસ રહ્યા પછી પાછા ગાડીમાં શેરડી જઈ 25 જુલાઇ 2022 સુધી રોકાયા હતા. પછી ત્યાંથી બસમાં આવ્યા બાદ બીજા દિવસે સવારે ગાડીમાં બેસીને મહેસાણા આવ્યા હતા. જ્યાં હાઇવે પર એક ઝુંપડીમાં રાતવાસો કર્યો હતો. ત્યારબાદ પ્રજ્ઞોશે મહિલાને પાલાવાસણા બેચરાજી ચોકડીએ ઉતારી દીધી હતી. અને થોડા સમય બાદ પ્રજ્ઞોશ રીક્ષામાં પાછો આવી તેણીને લઈ જઈ પિલુદરા પાટીયા પાસે ઉતારી મુકી હતી.

ત્યારબાદ પ્રજ્ઞોશ મહિલાને ધસડીને તળાવ પાસે લઈ ગયો અને બળજબરીથી એક ઢાંકણુ ફિનાઈલ પીવડાવી મહિલાની હત્યા કરવાના ઈરાદે તળાવમાં ધક્કો મારી દીધો હતો અને રીક્ષા લઈને ત્યાંથી જતો રહ્યો હતો.તળાવમાં પરિણીતાએ અડધો કલાક બુમો પાડી હતી. તે વખતે પશુપાલકોએ તેને બહાર કાઢી હતી અને સારવાર માટે લઈ ગયા હતા. આ અંગે મહિલાએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પરિણીતા 25 દિવસો સુધી અર્ધભાન અવસ્થામાં હોવાથી પ્રજ્ઞોશના ચુંગાલમાંથી છુટવા પરિણીતા કોઈનો સંપર્ક કરી શકી ન હતી. 25 દિવસ સુધી સાથે રાખ્યા બાદ પ્રજ્ઞોશ માનસીને લઈને મહેસાણા આવ્યો હતો અને શહેરના હાઈવે પરની બેચરાજી ચોકડી પર થોડા સમય માટે ઉતારીને ચાલ્યો ગયો હતો.ત્યારે પરિણીતાએ અજાણી મહિલાના મોબાઈલ પરથી તેના પતિને ફેોન કર્યો હતો અને બહાર બોલાવ્યા હતા.તેઓ ઓફિસમાંથી  બહાર નીકળ્યા પછી પાછા જતા રહ્યા હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કરાયો છે.

આ પણ વાંચો: પુત્રની હત્યા કર્યા પછી પિતાએ તેના અંતિમ સંસ્કારમાં હાજર રહેવાની કરી અરજી; કોર્ટે માંગણી ફગાવી

Your email address will not be published.