ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું 46 વર્ષની વયે નિધન

| Updated: May 15, 2022 9:56 am

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું શનિવારેના રોજ કાર અકસ્માતમાં નિધન થયું હતું. આ અકસ્માત ટાઉન્સવિલે શહેરની બહારની બાજુમાં થયો હતો, જ્યાં 46 વર્ષીય સાયમન્ડ્સે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

પોલીસે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, “પ્રારંભિક માહિતી સૂચવે છે કે, 11 વાગ્યાની આસપાસ કાર એલિસ રિવર બ્રિજ નજીકના હર્વે રેન્જ રોડ પર ચલાવવામાં આવી રહી હતી અને ત્યારે જ તે રોડવે છોડીને રોલ થઈને પડી ગઈ હતી.”

નિવેદનમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, “ઇમરજન્સી સેવાઓએ 46 વર્ષીય સાયમન્ડ્સને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઇજાઓને કારણે તેનું મૃત્યુ થયું હતું. ફોરેન્સિક ક્રેશ યુનિટ આગળ તપાસ કરી રહ્યું છે.”

બે વખતના વિશ્વ કપ વિજેતા, સાયમન્ડ્સે ઓસ્ટ્રેલિયા માટે 26 ટેસ્ટ, 198 ODI અને 14 T20I રમી હતી. તેમના પરિવારમાં તેમની પત્ની લૌરા અને બે બાળકો – ક્લો અને બિલી છે.

પ્રેમથી ‘રોય’ તરીકે ઓળખાતા, સાયમન્ડ્સે વર્ષ 1998માં ઓસ્ટ્રેલિયા માટે ડેબ્યૂ કર્યું હતું. તેની ક્રિકેટ કારકિર્દીમાં 133 વિકેટ સાથે 39.75ની સરેરાશથી છ સદી અને 30 અડધી સદી સહિત 5,000થી વધુ રનનો સમાવેશ થાય છે. સાયમન્ડ્સની ટેસ્ટ કારકિર્દીમાં બે સદી અને 10 અડધી સદી સાથે 1462 રન સામેલ છે.

Your email address will not be published.